અમદાવાદ:  આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.  આ આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદમાં સાંજે વીજળીના કડાકા સાથે વરસાદ વરસશે તો સૌરાષ્ટ્ર,  મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસશે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અમદાવાદ, ભાવનગર,  વલસાડ, નવસારી,  દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ વરસશે.  11 અને 12 જૂનના અમદાવાદ,  ભાવનગર,  અમરેલી, આણંદ,  વડોદરા,  નવસારી,  તાપી,  ડાંગ,  વલસાડ,  દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ વરસશે. જ્યારે 13 અને 14 જૂને અમદાવાદ,  ગીર સોમનાથ,  ભાવનગર, અમરેલી,  સુરત,  નવસારી,  તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે આગામી 5 દિવસ રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદ જિલ્લામાં મોડી સાંજે તોફાની પવન ફૂંકાશે.  હવામાન વિભાગનું કહેવું છે કે, ચોમાસાને લઈ હાલ સકારાત્મક વાતાવરણ છે.  ચોમાસું હાલ મહારાષ્ટ્ર પહોંચ્યું છે. 


અમરેલીના ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જ્યાં સતત ત્રીજા દિવસે  વરસાદ વરસ્યો છે. આજે ગોપાલ ગામમાં ધીમી ધારે પવન સાથે વરસાદનું  આગમન થયું. જેને લઈ લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે. 


ગોંડલના ઉમરાડી ગામમાં ખેતરમાં વીજળીની ખેતી કરી દર મહિને 15 લાખની કમાણી કરી રહ્યાં છે ખેડૂતો


ખેતીનું નામ પડેને આપણને લહેરાતા ખેત પાક યાદ આવે. ખેડૂતો ખેતરમાં વિવિધ પાકોનું વાવેતર કરી ખેત ઉત્પાદન કરતા હોય છે.જો કે આજે અમે તમને વાત કરવાના છીએ વીજળીની ખેતીની. તમને સાંભળીને નવાઈ ચોક્કસ લાગશે પરંતુ ગોંડલ તાલુકાના ઉમરાડી ગામમાં ખેતરમાં અનેક ગામોને વીજળી પૂરી થઈ શકે એટલી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે.



રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના  ઉમરાડી ગામની  સીમ વિસ્તારમાં થાય છે વીજળીની ખેતી. અહીં બાર વિઘા જમીનમાં વિશાળ સોલાર પ્લાન્ટ ઉભો કરાયો છે. બે મેગાવોટનો આ સોલાર પ્લાન્ટ છે. અહીં સૂર્યમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે જેને નજીકના PGVCLના સબ સ્ટેશન પર મોકલવામાં છે. આ સોલાર પ્લાન્ટમાં દરરોજની 1200 યુનિટ વીજળી જનરેટ થાય છે. એવરેજ એક મહિનામાં ત્રણ લાખ સાઈઠ હજાર યુનિટ વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. 



અહીં ઉત્પન્ન થતી વીજળીમાંથી ખેડૂતને અધધ ફાયદો થાય છે. દર મહિને આશરે 15 લાખ રૂપિયાનો ફાયદો થતો હોવાની વાત પણ આ પ્લાન્ટ સ્થાપનારે કરી હતી. વર્ષ દરમિયાન સવા કરોડથી વધુ રૂપિયાનો ફાયદો આ વીજળી ઉત્પન્ન કરી કરવામાં આવે છે.અહીં ઉત્પન્ન થતી વીજળી અનેક ગામોમાં પૂરી પાડી શકાય એટલા યુનિટ જનરેટ થાય છે.



રાજકોટના ઉમરાડી ગામમાં આ પ્લાન્ટ થોડા વર્ષો પહેલા સ્થપાયો હતો.આ પ્લાન્ટ દસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયો હતો.. આ પ્લાનમાં 360 કરતાં પણ વધુ સોલાર પેનલ લાગેલી છે.અહીંયા બે એન્જિનિયર સહિત પાંચ લોકોનો સ્ટાફ કામ કરતો હોય છે.સામાન્ય રીતે આ પ્લાન્ટ મોટો હોવા છતાં નહિવત લોકો પર જ ચાલતો હોય છે.આ પ્લાન્ટમાં વીજળીનું સારું ઉત્પાદન મળી રહે એટલા માટે દર ત્રણ દિવસે સોલાર પેનલો ધોવામાં આવતી હોય છે.અહીંયા રોકાણકારને બિલકુલ સમય આપો પડતો નથી.ઉપરાંત અહીં વેરેંટેજ પણ નહિવત હોય છે. અલગ અલગ બે ટ્રાન્સફોર્મર લગાવવામાં આવ્યા છે જેના દ્વારા  સોલાર પ્લાન્ટમાં ઉત્પન્ન થતી વીજળી નજીકના સબસ્ટેશનમાં પહોંચાડવામાં આવે છે.