અમરેલી : અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમરેલી જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા છે. અમરેલી જિલ્લાના દામનગર બાદ મોટા આંકડીયા, નાના આંકડીયા, મોટા માચિયાળા, નાના માચિયાળા, ચિતલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદી ઝાપટા પડ્યા છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા લોકોએ ગરમીથી આશિંક રાહત મેળવી છે.
અમરેલી જિલ્લાના દામનગર શહેરમાં વાતાવરણ પલટાયું હતું. શહેરમાં ધીમીધારે વરસાદી ઝાપટું પડ્યું હતું. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. ભારે બફારા બાદ વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોને ગરમીથી રાહત મળી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. 14 ઓક્ટોબરના રોજ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. જેના લીધે 14થી 16 તારીખમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. નવરાત્રિના રંગમાં પણ ભંગ પડી શકે છે.
રાજ્યમાં આગામી ચાર દિવસ વાતાવરણ સૂકું રહશે
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. રાજ્યમાં અમૂક જગ્યાએ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 14-15-16 છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નોર્થ વેસ્ટ ઇન્ડિયામાં જોવા મળી શકે છે. જેના કારણે ઉત્તર પશ્ચિમ ગુજરાતમાં કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ થઇ શકે છે.
અમદાવાદમાં પણ છુટા છવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મેચમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસવાની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
15 ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઇ રહી છે. હવામાન વિભાગ દ્વારા આ દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની શક્યતાને કારણે ખેલૈયાઓમાં ચિંતા છવાઇ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 15 અને 16 ઓક્ટોબરે વરસાદ થશે તો ત્યારે નવરાત્રી શરૂ થઇ ગઇ હશે. જેના કારણે ખેલૈયાના રંગમાં ભંગ પડવાની શક્યતાઓ છે. આ આગાહીના કારણે આયોજકો પણ ચિંતામાં મુકાયા છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial