સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં કુલ સંક્રમિત કેસનો આંકડો 3548 પર પહોંચ્યો છે અને કુલ 162 લોકોનાં મોત નિપજ્યાં છે. ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયેલા છે. અમદાવાદમાં 2181 કેસ નોંધાયેલા છે.

મહત્વની વાત એવી છે કે, ગુજરાતના ત્રણ જિલ્લા એવા છે જ્યાં કોરોના પહોંચી શક્યો નથી. ત્રણેય જિલ્લા અને શહેરના લોકો દ્વારા પણ લોકડાઉનનો ચુસ્ત પણે અમલ કરવામાં આવી રહ્યો છે. જેમાં જૂનાગઢ, અમરેલી અને દેવભૂમિ દ્વારકા આ ત્રણ જિલ્લા એવા છે જ્યાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલો નથી.

નોંધનીય છે કે, અમરેલીમાં 3408 લોકોનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો જોકે આ તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો જોકે આ તમામ લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. દેવભૂમિ દ્વારકામાં 816 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે જ્યારે જૂનાગઢમાં 1775 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે.

દાહોદ, ડાંગ, ગીર સોમનાથ, જામનગર, કચ્છ, ખેડા, મહેસાણા, મોરબી, નવસારી, પોરબંદર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડ શહેરમાં સિંગલ ડિઝીટમાં કોરોનાના કેસ નોંધાયેલા છે. જ્યારે જૂનાગઢ, અમરેલી અને દેવભૂમિ દ્વારકામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. (આ તમામ આંકડા gujcovid19.gujarat.gov.in પરથી લેવામાં આવેલા છે.)