સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં ગઈ કાલે રાતે લાઇટ સાથે ભેદી ધડાકા થયા હતા. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગઈકાલે રાતે બનેલી ઘટનાને લઈને ઠેર ઠેર ચર્ચા જાગી છે. સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં રાજકોટ, જૂનાગઢ અને જામનગર જિલ્લાની બોર્ડરના ગામડાઓમાં લોકોએ અજુગતી ઘટના જોઈ હતી.  ત્યારે હવે સાયન્સ સિટી વૈજ્ઞાનિક નરોતમ સાહુએ કહ્યું કે આ ઉલ્કા નહી પરંતુ સેટેલાઈટ હતા.


સૌરાષ્ટ્ર વિસ્તારમાં આકાશમા દેખાયેલ લાઈટોને લઈ વૈજ્ઞાનિક નરોતમ સાહુએ કહ્યું  આકાશમાં આ પ્રકારની ઘટના જોઈએ તો જાણવાની કુતુહલ જાગે છે.  અલગ-અલગ સેટેલાઇટ પૃથ્વીની આસ પાસ ફરતા રહે છે. આ લો ઓરબીટમાં સેટેલાઇટ હોય છે.


400 કિમિ ઉપર જઈએ તો સેટેલાઇટ જોવા મળે છે. 3000 સેટેલાઇટ આકાશમાં ફરતા જોવા મળે છે. રાતમાં 50 થી 60 લાઈટ એક જ લાઈનમાં જતી જોવા મળે છે. આ લાઈટ ફાયર બોલ જેવી હોય છે. આ ઉલ્કા નહિ પણ સેટેલાઇટ હતા. રાજકોટમાં રાત્રી દરમિયાન આકાશમાં દેખાયેલી લાઈટો બાદ આજે સવારે ગાંધીનગર અમદાવાદના આકાશમાં પણ સેટેલાઇટ જોવા મળ્યા હતાં. 


આકાશમાં આ પ્રકારના સેટેલાઈટ વખતો વખત દેખાતા હોવાનો દાવો.  ખાસ કરીને ચોમાસાના ગાળા દરમિયાન આકાશમાં પ્રદૂષણ નહિવત હોવાના કારણે આવી ઘટનાઓ બનતી રહે છે.