કોરોના મહામારીના કારણે રાજ્ય સરકાર દ્વારા 36 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ સહિતના કડક નિયમો અમલમાં છે.  તેના પરિણામ સ્વરૂપ રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઘટાડો નોધાયો છે. ત્યારે સરકાર દ્વારા હવે કર્ફ્યુના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેને લઇ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.


ગૃહ વિભાગના જણાવ્યા અનુસાર હોટેલ રેસ્ટોરન્ટમાં ટેક અવે અને હોમ ડિલિવરી સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી કરી શકાશે. દુકાનો માટેનો સમય સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધીનો જ રહેશે. રાત્રી કરફ્યુ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે. અને આ જાહેરનામું 4 જૂન સુધી અમલી રહેશે.


ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેરે કાળો કહેર મચાવ્યો હતો. રાજ્યમાં સતત કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો નોધાઇ રહ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા નાઈટ કર્ફ્યું સાથે કડક નિયમો લાદવામાં આવ્યા હતા. અને તેના પરિણામ સ્વરૂપ રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઘટાડો નોધાયો છે. 


રાજ્યમાં ગઈકાલે 3,085  નવા કેસ નોંધાયા છે અને 36 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9701  પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં ગઈકાલે 10007 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.



રાજ્યમાં અત્યાર સુધી 7,32,748 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 55548 પર પહોંચ્યો છે. જેમાંથી 594 દર્દી વેન્ટિલેટર પર અને 54954 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 91.82  ટકા છે. 



ક્યાં કેટલા કેસ નોંધાયા ?



અમદાવાદ કોપોરેશન 362, વડોદરા કોપોરેશન 362, સુરત કોપોરેશન 227, સુરત 172, વડોદરા 164, રાજકોટ કોપોરેશન 120, જુનાગઢ કોપોરેશન 113, જુનાગઢ 99, સાબરકાંઠા 94, કચ્છ 83, પંચમહાલ 82, અમરેલી 76, ભરૂચ 71, મહેસાણા 71, બનાસકાંઠા 69, ખેડા 65, આણંદ 64, ભાવનગર કોપોરેશન 64, રાજકોટ 63, પોરબંદર 62, જામનગર કોપોરેશન 55, નવસારી 49 વલસાડ 49,  દેવભૂમિ દ્વારકા 47, અરવલ્લી 43, પાટણ 42, ગાાંધીનગર કોપોરેશન 38, જામનગર 36, ગીર સોમનાથ 34, ભાવનગર 31, મહીસાગર 30, ગાાંધીનગર 29, દાહોદ 27, સુરેન્દ્રનગર 20, નર્મદા 18, અમદાવાદ 16, છોટા ઉદેપુર 14, મોરબી 11, તાપી 10, બોટાદ 2 અને ડાંગમાં 1 કેસ સાથે કુલ 3085 નવા કેસ નોંધાયા છે.