Bhima Dula Arrested: પોરબંદર પોલીસે આજે વહેલી સવારે એક મોટી સફળતા હાંસલ કરી છે. શહેરના કુખ્યાત ગુનેગાર ભીમા દુલા અને તેના ત્રણ સાગરિતોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બોરીચા ગામમાં આવેલા ભીમા દુલાના ફાર્મ હાઉસ પર દરોડો પાડીને આ કાર્યવાહી કરી હતી. આ ઓપરેશન દરમિયાન પોલીસને મોટી માત્રામાં હથિયારો, વિદેશી દારૂનો જથ્થો અને રોકડ રકમ મળી આવી છે. પોલીસે 91 લાખ 68 હજાર રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી છે.


આ ઓપરેશનની પૃષ્ઠભૂમિ એવી છે કે થોડા દિવસ પહેલાં બોરીચા ગામમાં એક મારામારીની ઘટના બની હતી, જેમાં ભીમા દુલાનું નામ સામે આવ્યું હતું. આ ઘટના બાદ પોલીસે ભીમા દુલાને પકડવા માટે આ ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું.


ભીમા દુલા સામે અગાઉથી જ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેના પર હત્યા, મારામારી, ખનિજ ચોરી અને જમીન પચાવી પાડવા સહિતના કુલ 48 ગુનાઓ નોંધાયેલા છે.


પોલીસે હવે ભીમા દુલા અને તેના સાગરિતોની પૂછપરછ શરૂ કરી છે. આ ધરપકડથી પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં ગુનાખોરી પર અંકુશ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


પોલીસે આપી જાણકારી






મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર ફરી એકવાર ચર્ચામાં આવ્યુ છે.પોરબંદર એક સમયે મીની શિકાગો તરીકે ખૂબ પ્રખ્યાત હતુ જે છેલ્લા થોડા વર્ષોમાં શાંતિ સ્થાપવામાં સફળ રહ્યુ છે. ગુજરાતનું એક નાનકડું શહેર, જેનો મહિમા તેમના સમુદ્ર કિનારે અને ઐતિહાસિક મહત્વમાં છે, એ જ સ્થળ પર અનેક ગેંગસ્ટરોનો દબદબો હતો તે પૈકીનો છે ભીમા દુલા. પોતાના કાળા કરતુતોને લઈને બે દાયકા પહેલા અન્ડરવર્લ્ડનો રાજા ગણાતો હતો ભીમા દુલા


પોરબંદરના એક સામાન્ય પરિવારમાં જન્મેલા ભીમા દુલા ઓડેદરા આજે પોરબંદરની ગુનાખોરીની દુનિયામાં મોટુ નામ છે. ગરીબ પરિસ્થતીમાં ઉછરેલો ભીમા દુલા નાનપણ થી અપરાધિક પ્રવૃત્તિઓમાં પ્રવેશ કર્યો અને હળવા ગુનામાં સંડોવાઈ ગયો જેને કારણે તે ઝડપથી પોતાની જાતને પોરબંદરના અન્ય ગેંગસ્ટરો સાથે ડા઼ેતો ગયો.ભીમાનો ગુનાહિત ઈતિહાસ ખૂબ જ મજેદાર અને કઠોર છે. તેના પર અનેક લૂંટ, અનેક હત્યાઓ અને હથિયારોના જથ્થા સાથે જોડાયેલા 45 થી વધુ કેસો છે. આજે ભીમા દુલાપોરબંદરની એક મોટી ગેંગનો ગેંગ લીડર તરીકે ઓળખાય છે.ભીમા દુલા દ્વારા કરવામાં આવેલી અનેક હત્યાઓએ પોરબંદરના સ્થાનીક રાજકારણને ગરમાવ્યુ છે. સ્થાનીક રાજકારણીઓની મદદ વડે તેને એક દાયકા સુધી પોરબંદર જિલ્લામાં એકચક્રી શાસન ચલાવ્યુ હતુ.મહત્વના અધિકારીઓ સાથે અંગત ધરોબો ધરાવતા ભીમા દુલા પોરબંદરની પોલીસને પોતાની મુઠ્ઠીમાં રાખવામાં માહેર હતો. રાજકારણીઓને પણ ચૂંટણી સમયે પોતાની મનમરજી મુજબ જીત મેળવવા માટે તેના આર્થીવાદની જરુર પડતી અને તેનો ભરપુર ફાયદો ભીમા દુલાએ ઉઠાવ્યો પણ ખરો.


પોરબંદરના પોલીસ તંત્ર ભીમાના ગુનાઓને રોકવા માટે અનેક વખત પ્રયાસો કર્યા પરંતુ તેમાં કયારેક સફળતા મળી તો કયારેક રાજકીય વગને પગલે ભીમા દુલા સફળ રહ્યો.


આ પણ વાંચોઃ


અમદાવાદમાં પોલીસકર્મીઓ હેલ્મેટ વગર નીકળ્યા તો મર્યા સમજો! કમિશ્નરે આપ્યો મહત્ત્વપૂર્ણ આદેશ