અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે નોંધાયેલા કુલ કેસ પૈકી માત્ર અમદાવાદમાં 274 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે સુરતમાં 25, વડોદરા-25, ગાંધીનગર-3, પાટણ-1, બનાસકાંઠા-7, મહેસાણા-21, બોટાદ-3, દાહોદ અને અરવલ્લીમા 1-1, મહિસાગર -10, દેવભૂમિ દ્વારકા 3 કેસ સામે આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 28 લોકોનાં મોત થયા છે. જેમાંથી 4નાં મોત પ્રાથમિક રીતે કોવિડ19નાં કારણે જ્યારે 24નાં મોત કોરોના સિવાય કોમોબીડીટી, હાઈરીસ્કની બીમારીના કારણે થયા છે. 28 મોતમાંથી અમદાવાદમાં-23, સુરતમાં-2, વડોદરા- 1, ગાંધીનગર 1 અને આણંદ 1 મોત થયું છે. કુલ મૃત્યુઆંક 290 પર પહોંચ્યો છે.
રાજ્યમાં કુલ 5428 કોરોના કેસમાંથી 31 દર્દી વેન્ટિલેટર પર છે અને 4065 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1042 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 80060 ટેસ્ટ થયા જેમાંથી 5428 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.