Gujarat Unseasonal Rains Live: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વરસ્યો, માવઠાથી કપાસ-ડાંગરના ખેડૂતો થયાં બરબાદ
Gujarat Unseasonal Rain: ગુજરાતમાં નવુ વર્ષ શરૂ થઇ ચૂક્યું છે. પરંતુ અત્યારે રાજ્યમાં કારતક મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ ખાબકી રહ્યો છે
બ્રેકગ્રાઉન્ડ
Gujarat Unseasonal Rain: ગુજરાતમાં નવુ વર્ષ શરૂ થઇ ચૂક્યું છે. પરંતુ અત્યારે રાજ્યમાં કારતક મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ ખાબકી રહ્યો છે. હાલમાં અરબી...More
અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. જાફરાબાદના દરિયામાં ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જે સૂચવે છે કે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. જાફરાબાદ અને પીપાવાવ પોર્ટના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
કમોસમી વરસાદને કારણે ઉભો પાક, ખાસ કરીને મગફળીના પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોએ માંડ માંડ તૈયાર કરેલો પાક બગડવાની આશંકાથી તેઓ ચિંતાતુર બન્યા છે. બીજી તરફ, અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે 26 ઓક્ટોબરના રોજ બોટાદ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ તેમજ પોરબંદર, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દીવ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 27 અને 28 ઓક્ટોબરના રોજ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ યથાવત રહેશે, જ્યારે 29 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જાણો આજે 26 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસશે.
નવસારીમાં 24 કલાકમાં 6.3 ઈંચ વરસાદ ખાબકતા ચારે કોર પાણી જ પાણી થઈ ગયું. બે કલાકમાં સરેરાશ બે ઇંચથી વધુ વરસાદ ખાબકતા નદી નાળા બે કાંઠે વહેવા લાગ્યા. નવસારી શહેરના જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા. રસ્તા પર પાણી ભરાઈ ગયા. સૌથી ખરાબ હાલત ગણદેવીની થઈ છે, જ્યાં ભારે વરસાદને કારણે મુખ્ય બજારમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેવા લાગ્યો. મુખ્ય બજારમાંથી નદી પસાર થતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા.
શનિવારે (25 ઓક્ટોબર) વહેલી સવારથી જ અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. નવસારીમાં સૌથી વધુ 4 ઈંચ, વલસાડના ઉમરગામમાં 1.75, જ્યારે ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં 1.50 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થતાં અમરેલી, વેરાવળમાં ખેડૂતોની ચિંતા વધી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે, ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં રાજયના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા પોર્ટ પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ આપવામાં આવ્યું છે.
છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદે બરબાદ કર્યા છે, ખેતરમાં ઉભેલા ડાંગર, સોયાબીનના પાક પર પાણી ફરી વળ્યુ છે, ડાંગરના પાકને બચાવવા ખેડૂતો મહેનત કરી રહ્યાં છે.
પ્રવાસન સ્થળ દીવમાં મોડીરાત્રે કમોસમી વરસાદ વરસ્યો છે. મોડીરાત્રીના વરસાદ વરસતા પ્રવાસીઓની મજા બગડી છે, શનિ, રવિ અને લાભપાંચમ હોવાથી દીવમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે દીવમાં વરસાદ વરસ્યો છે. ભરશિયાળે દીવની શેરીઓમાં પાણી વહેતુ થયુ છે.
દાહોદ જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો છે, દાહોદના રામપુરા, જાલત, છાપરી ગામમાં માવઠુ થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. ગલાલીયાવાડ, રળીયાતી, પુસરી, રાબડાલ ગામમાં વરસાદ વરસ્યો છે, સતત બે દિવસના માવઠાથી ખેડૂતોને પાયમાલ થયા છે. હજુ પણ દાહોદમાં વરસાદની હવામાન વિભાગની આગાહી
દાહોદ જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો છે, દાહોદના રામપુરા, જાલત, છાપરી ગામમાં માવઠુ થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. ગલાલીયાવાડ, રળીયાતી, પુસરી, રાબડાલ ગામમાં વરસાદ વરસ્યો છે, સતત બે દિવસના માવઠાથી ખેડૂતોને પાયમાલ થયા છે. હજુ પણ દાહોદમાં વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં હજુ પણ આગામી કલાકોમાં વરસાદ પડશે, આગામી એક કલાક ત્રણ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે, રાજ્યના નવ જિલ્લા અને સંઘપ્રદેશમાં વરસાદનું ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યુ છે, રાજ્યના 13 જિલ્લા અને મધ્ય ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ અપાયુ છે. ગુજરાત હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે નાઉકાસ્ટ (તાત્કાલિક આગાહી) જાહેર કરી છે, જે મુજબ રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી હળવા વરસાદની શક્યતા છે: ભારે વરસાદની આગાહી: અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્યમ વરસાદની આગાહી: જૂનાગઢ, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદની શક્યતા છે. હળવા વરસાદની આગાહી: પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને ખેડામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગીર સોમનાથના ખેડૂતોનો સહારો બનવા ધારાસભ્યએ માગ કરી છે, માવઠાથી થયેલા નુકસાન મુદ્દે ધારાસભ્ય સરકારમાં રજૂઆત કરશે. ઉલ્લેખનીય છે કે, સૂત્રાપાડામાં માવઠાથી ખેડૂતોને પારવાર નુકસાન થયુ છે, ભગવાન બારડનો દાવો છે કે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયુ છે, મગફળી સહિતના ખેડૂતોના તૈયાર પાકને નુકસાનની ભીતિ છે. આ માવઠાએ જગતનો તાત બરબાદ કરી નાંખ્યો છે. સૂત્રાપાડા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ પડ્યો છે, ગીર સોમનાથમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે. સૂત્રાપાડામાં ત્રણ તો વેરાવળમાં બે ઈંચ વરસાદ પડ્યો છે.
લાભ પાંચમના દિવસે પણ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યા છે, અમરેલી જિલ્લામાં માવઠાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે, અહરીં સતત બીજા દિવસે વરસાદ પડતા અમરેલીના ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યુ છે. હાલમાં જ તૈયાર થયેલી મગફળીના પાથરા પાણીમાં તરબોળ થયા છે. જિલ્લાના રાજુલા, જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત છે, ખાસ વાત છે કે, સાવરકુંડલા તાલુકામાં ખેતીને મોટુ નુકસાન પહોંચ્યુ છે.
ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે, જિલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદી માહોલ છે, નવ તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેમાં વાલિયા, હાંસોટ અને અંકલેશ્વરમાં અડધા ઈંચ સુધીનો વરસાદ પડતા લોકો હાલાકીમાં મુકાયા છે.
ગુજરાતના દરિયા કાંઠે અરબી સમુદ્રમાં સર્જાયેલી ડિપ્રેશનની અસરના કારણે ગુજરાતમાં વરસાદી વાતાવરણ ઉભુ થયુ છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આમાં સૌથી વધુ વરસાદ નવસારીમાં ખાબક્યો છે, નવસારી શહેરમાં 6 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં પોણા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં સાડાત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારીના ખેરગામમાં પોણા ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો જલાલપોરમાં પણ પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. ગઈકાલ શનિવારે, ગુજરાતના નવસારી, વલસાડ, ગીર સોમનાથ, ડાંગ,સુરત, ભાવનગર, તાપી, ખેડા, અમરેલી, નર્મદા, જૂનાગઢ, મહિસાગર, ભરૂચ, દાહોદ, પોરબંદર, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, પંચમહાલ જિલ્લાના કૂલ 71 તાલુકામાં વરસાદ વરસ્યો હતો
ગીર સોમનાથમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, તાજા અપડેટ પ્રમાણે, ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં ભારે વરસાદ વરસ્યો છે. જેમાં ખાસ કરીને સુત્રાપાડાના લોઢવા, પ્રશ્નાવડા, વડોદરા ઝાલા, વાવડી સહિતના ગામોમાં વરસાદે તારાજી સર્જી છે, અચાનક કમોસમી વરસાદથી જિલ્લાના ખેડૂતોના માથે મોટુ સંકટ આવ્યુ છે, મગફળી, સોયાબીન સહિતના પાકને નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે.
સૂત્રાપાડાનું પ્રશ્નાવડા ગામ તો જાણે બેટમાં ફેરવાયું હતું. અહીંના કોળીવાડા વિસ્તારમાં અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. જેના કારણે પરિવારોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત અનેક નાના-મોટા વેપારીઓની દુકાનોમાં પણ પાણી ઘૂસતા વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ગીર ગઢડા તાલુકામાં પણ રાત્રી દરમિયાન મેઘરાજા મનમુકીને વરસ્યા હતા. વરસાદના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. સૂત્રાપાડા તાલુકામાં વરસેલા મુશળધાર વરસાદના કારણે પ્રાંચી તીર્થમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા હતા. પ્રાંચી તીર્થમાં બિરાજમાન માધવરાયજી ભગવાન પાણીમાં ગરકાવ થયા હતા. સૂત્રાપાડા સહિત ગીર સોમનાથના તમામ તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
કમોસમી વરસાદની આ સિસ્ટમ ખેડૂતો માટે બેવડી આફત લઈને આવી છે. એક તરફ શિયાળુ પાકની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ કપાસ, મગફળી અને અન્ય પાકોની લણણી ચાલી રહી છે. આવા સમયે વરસાદ થવાથી તૈયાર પાક ભીંજાઈ જાય છે, જેની ગુણવત્તા બગડે છે અને ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડે છે. ગીર સોમનાથના ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક પાક સર્વે અને યોગ્ય વળતરની માંગ કરી છે, જેથી આ કમોસમી માવઠાના કારણે થયેલા નુકસાનમાંથી તેઓ બહાર આવી શકે.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પવિત્ર ધામમાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદની શરૂઆત થતાં જ રોડ-રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સોમનાથ મંદિર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો, જેના લીધે આસપાસના વિસ્તારોમાં પણ માવઠાની અસર જોવા મળી હતી. યાત્રાધામમાં આવેલા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોને અચાનક વરસેલા વરસાદના કારણે અગવડતાનો સામનો કરવો પડ્યો હતો.
રાજ્યમાં કારતક મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે, ગીર સોમનાથ જિલ્લામાં શિયાળાના પ્રારંભે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. આગામી એક કલાક માટે રેડ અને ત્યારબાદના યલો એલર્ટની વચ્ચે ખેડૂતોની ચિંતા વધી છે. જિલ્લાના સૂત્રાપાડા તાલુકમાં છેલ્લા 24 કલાકમાં સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સૂત્રાપાડામાં મધરાતે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેમાં ઉના, વેરાવળ, કોડીનાર તાલુકાના ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને તૈયાર થયેલા મગફળીના પાકને ભારે નુકસાન જવાની ભીતિ છે. અગાઉ ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં પડેલા વરસાદના મારથી મહામહેનતે બહાર નીકળેલા ખેડૂતોને હવે લાભ પાંચમના દિવસોમાં જ ફરી એકવાર માવઠું જગતના તાતના પાકને ચોપટ કરી નાંખ્યા છે.
ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત થઇ ગઇ છે, પરંતુ ખેડૂતો માટે આ નવું વર્ષ નુકસાની લઇને આવ્યું છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોને બરબાદ કરી દીધા છે. નવસારી અને વલસાડમાં ડાંગર અને કપાસ પકવતા ખેડૂતોનો પાક પલળી ગયો છે, જેના કારણે મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, સરકાર પાસે ખેડૂતોએ પાક સામે વળતરની માંગ પણ કરી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી એ અગાઉ આપેલી આગાહી મુજબ, ગુજરાતમાં કમોસમી વરસાદ (માવઠું) આજથી એટલે કે 25 ઓક્ટોબર થી શરૂ થઈ ગયો છે અને તે 2 નવેમ્બર સુધી ચાલુ રહેવાની સંભાવના છે. આ વરસાદ પાછળનું મુખ્ય કારણ અરબી સમુદ્રમાં બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જે ધીમે ધીમે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં ડિપ્રેશનમાં મજબૂત થવાની શક્યતા છે. આ સિસ્ટમ ગુજરાત પાસેથી પસાર થતાં તેનો અસરગ્રસ્ત ઝોન (Shear Zone) રાજ્યના મોટા ભાગ પરથી પસાર થશે. પરેશ ગોસ્વામીના મતે, માવઠાની સૌથી વધુ તીવ્રતા અને અસર 25 થી 30 ઓક્ટોબર સુધી જોવા મળશે. ત્યારબાદ, 31 ઓક્ટોબર, 1 અને 2 નવેમ્બર ના રોજ વરસાદની શક્યતા અને તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે. આ માવઠાનો સૌથી વધુ પ્રભાવ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાત ના વિસ્તારોમાં જોવા મળશે.
નવા વર્ષના પ્રથમ દિવસે જ ધરતીપુત્રો પર કુદરતનો કહેર વરસ્યો છે. નવસારી અને વલસાડમાં અચાનક કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતોના પાકને મોટુ નુકસાન પહોંચ્યુ છે. માવઠાથી ખાસ કરીને નવસારીના પૂર્વ પટ્ટીના ગામોમાં ડાંગરનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. લાભ પાંચમ પહેલા ડાંગરની કાપણી શરૂ કરવામાં આવે છે, પરંતું વરસાદના કારણે તૈયાર થયેલા પાકમાં વ્યાપક નુકસાની જોવા મળી રહી છે, ડાંગરનો પાક ભીનો થઈ જતા ખેડૂતોને હવે પલળેલો માલ વેચાશે કે નહીં તે ચિંતા સતાવી રહી છે. નવસારી જિલ્લામાં જ્યા અને ગુજેરી નામના ડાંગરનું સૌથી વધુ પ્રમાણમાં ઉત્પાદન થાય છે, આ ડાંગરનો પાક પૌઆ મિલમાં પૂરો પાડવામાં આવે છે, હાલ તો પાક બરબાદ થતા ખેડૂતો સરકાર તાત્કાલિક નુકસાનીનું વળતર ચૂકવે તેવી માગ કરી છે.
ગુજરાતના દરિયા કાંઠે અરબી સમુદ્રમાં સર્જાયેલી ડિપ્રેશનની અસરના કારણે ગુજરાતમાં વરસાદી વાતાવરણ ઉભુ થયુ છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આમાં સૌથી વધુ વરસાદ નવસારીમાં ખાબક્યો છે, નવસારી શહેરમાં 6 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં પોણા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં સાડાત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારીના ખેરગામમાં પોણા ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો જલાલપોરમાં પણ પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. ગઈકાલ શનિવારે, ગુજરાતના નવસારી, વલસાડ, ગીર સોમનાથ, ડાંગ,સુરત, ભાવનગર, તાપી, ખેડા, અમરેલી, નર્મદા, જૂનાગઢ, મહિસાગર, ભરૂચ, દાહોદ, પોરબંદર, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, પંચમહાલ જિલ્લાના કૂલ 71 તાલુકામાં વરસાદ વરસ્યો હતો
ગુજરાતમાં નવુ વર્ષ શરૂ થઇ ચૂક્યું છે. પરંતુ અત્યારે રાજ્યમાં કારતક મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ ખાબકી રહ્યો છે. હાલમાં અરબી સમુદ્રમાં લૉ પ્રેસર ડિપ્રેશન સિસ્ટમ સર્જાઇ છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠુ થઇ રહ્યું છે, અચાનક પડેલા આ કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે, કપાસ, ડાંગર અને શાકભાજી સહિતના પાકોને મોટુ નુકસાન પહોંચ્યુ છે. ગુજરાતમાં શનિવાર સવારના 6 વાગ્યાથી રવિવાર સવારના 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં, 71 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી એ અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન ને કારણે ગુજરાતમાં આગામી 2 નવેમ્બર સુધી કમોસમી વરસાદ (માવઠા) ની આગાહી કરી છે. આ વરસાદની તીવ્રતા 25 થી 30 ઓક્ટોબર દરમિયાન વધુ રહેશે, જ્યારે 31 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન તેમાં ઘટાડો થશે. સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાત માં જોવા મળશે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા જિલ્લાઓમાં 1 થી 2 ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વલસાડ, નવસારી સહિતના તમામ વિસ્તારોમાં પણ 0.5 થી 1.5 ઇંચ વરસાદની સંભાવના છે. ખેડૂતોને તૈયાર પાકને તાત્કાલિક સાચવી લેવા માટે સાવચેતી રાખવા સૂચન કરવામાં આવ્યું છે.