અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર સાંજે છ વાગ્યે ઔવેસી જાહેર સભા સંબોધશે. ઔવેસીની સભા બાદ AIMIM પોતાના ઉમેદવારો જાહેર કરે તેવી શક્યતા છે. કોટ વિસ્તારમાં પોતાના ઉમેદવારો ઉભા રાખવા AIMIMની રણનીતિ ઘડાઈ રહી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બીટીપીએ AIMIM સાથે ગઠબંધન કરીને ચૂંટણી મેદાને ઉતરવાનું મન બનાવ્યુ છે. બીજી તરફ ગુજરાત રાજ્યની કોંગ્રેસ પાર્ટીના ગઢ સમાન ભરૂચના મનુબાર ચોકડી વિસ્તારમાં રવિવારે ઓવૈસી અને છોટુ વસાવાનું મહા સંમેલન યોજાશે..અને બનેં પાર્ટીના નેતાઓ પ્રજાને સંબોધિત કરશે.
ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અસદુદ્દીન ઓવૈસીના પક્ષે ગુજરાતના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરી હતી. અમદાવાદના જમાલપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સાબિર કાબલીવાલાને AIMIM દ્વારા ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવામાં આવ્યા છે.