વલસાડઃ ન્યુ યરના સેલિબ્રેશન પર ઘણા ગુજરાતીઓ દમણ-સેલવાસ જતાં હોય છે. જ્યાં કેફી પીણું પીને ગુજરાત આવતા હોય છે. આ દરમિયાન વલસાડ જિલ્લા પોલીસે વિવિધ જ્ગ્યાએ 24 જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉભી કરી હતી. જેમાં 800થી વધારે શરાબીઓ ઝડપાયા હતા. પીધેલાઓને પકડીને બેસાડવા માટે માંડવા બાંધવા પડ્યા હતા. વાપી શહેર પોલીસે સૌથી વધુ 158 શરાબીઓને ઝડપ્યા હતા.


વલસાડ પોલીસ દ્વારા દમણ-સેલવાસથી પરત ફરતા અને નશો કરીને આવતાં લોકો પર તવાઇ બોલાવવા ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. પોલીસ પકડમાં આવતાં જ શરાબીઓનો નશો ગાયબ થઈ ગયો હતો. વલસાડ જિલ્લા પોલીસે વિવિધ સ્થળેથી મળીને 835 લોકો સામે પ્રોહિબીશન અંતર્ગત કાર્યવાહી કરી હતી.


કેફી પીણું  પીને આવેલા લોકો પકડાયા બાદ પોલીસમથખમાં લોકઅપની જગ્યા પણ ઓછી પડે તેમ હોવાથી નજીક વિસ્તારમાં જ હોલ ભાડે રાખવામાં આવ્યા હતા. ત્યાં સુધી આ લોકોને પહોંચાડવા માટે ખાનગી ટ્રાવેલ્સની બસો ભાડે રાખવામાં આવી હતી.


આ ઉપરાંત અમરેલીને અડીને આવેલા સંઘપ્રદેશ દીવમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરીનેપરત ફરતા પ્રવાસીઓ પર નજર રાખવા 15 ચેકપોસ્ટ કાર્યરરત કરવામાં આવી છે. જેમાં પણ મોટી સંખ્યામાં છાંટો પાણી કરીને આવતાં લોકો ઝડપાયા હતા.


આ પણ વાંચોઃ નૈનીતાલની આ સ્કૂલમાં 82 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતાં હડકંપ, જાણો વિગત


પ્રેમિકાએ ફોન કરીને 'ઘર મેં કોઈ નહીં હૈ' કહીને પ્રેમીને શરીર સુખ માણવા બોલાવ્યો, બંને કામક્રિડામાં હતા વ્યસ્ત ને....


Kheda: હવસખોર સાવકા પિતાએ 11 વર્ષની છોકરી સાથે વારંવાર શરીર સુખ માણીને કરી દીધી પ્રેગનન્ટ, જાણો વિગત


Elections 2022: દેશના આ રાજ્યોમાં ચાલુ વર્ષે યોજાશે વિધાનસભા ચૂંટણી, 137 લોકસભા સીટનો મળશે વર્તારો


હાઇકોર્ટનો ચુકાદોઃ લગ્ન પહેલા બીમારી છુપાવવી છેતરપિંડી, રદ્દ થઈ શકે છે લગ્ન


આ છે દેશના ટોપ 5 મોસ્ટ વોન્ટેડ, તેમના પર છે 10 લાખનું ઈનામ