અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો હોવાનો રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સ્વીકાર કર્યો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે તબીબોને સંબોધન કરતાં કહ્યું કે, હાલ આપણે 5600 તબીબો પ્રતિ વર્ષ તૈયાર કરી રહ્યા છે.


આગામી સમયમાં પાંચ નવી મેડિકલ કોલેજો ઉભી કરવા સરકારની વિચારણા છે. તેમણે કહ્યું કે, હજી આપણા રાજ્ય અને દેશમાં તબીબોની ઘટ છે અને આ ઘટ પૂર્ણ કરવા હું ખાતરી આપું છું.આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે તબીબોને સંબોધન કરતાં કહ્યું કે, દેશભરમાં ત્રીજી લહેરના એંધાણ છે. કોરોનાના ઓમીક્રોન વાયરસ અને ડેલ્ટા વાયરસથી સંક્રમિત લોકોનું પ્રમાણ આપના દેશમાં વધી રહ્યું છે. જો કે તેમણે દાવો કર્યો કે, કોરોનાની ત્રીજી  લહેર આવે તો એનો સામનો કરવા આપણે સક્ષમ છીએ.


આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે તબીબોને સંબોધન કરતાં કહ્યું કે,  આજે બુદ્ધિજીવી વર્ગ સાથે મુલાકાત કરવાનો અવસર મળ્યો છે. સામાન્ય રીતે ડોકટર એ ધંધો કરતા હોય એવું કહેવાય છે પણ મારી દ્રષ્ટિએ મેડિકલ વ્યવસાય સેવા પણ છે એવાત ડોક્ટરોએ કોરોનાકાળમાં સાબિત કરી બતાવી છે.


તેમણે માહિતી આપી કે, કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા કોરોનાનો કેસો વધતાં સ્થિતી સમીક્ષા કરવા તમામ  રાજ્યના આરોગ્યમંત્રીઓ સાથે બેઠક કરવાના છે. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય કક્ષાના આરોગ્યમંત્રી નિમિષા સુથાર વર્ચ્યુઅલી બેઠકમાં જોડાશે. ગુજરાતની હાલની સ્થિતિ અંગે અને કોરોનાના વધતા કેસ અંગે બેઠકમાં ચર્ચા કરાશે. અલગ અલગ રાજ્યોની સ્થિતિ અને તૈયારીઓ બાદ કેન્દ્ર સરકાર નવી ગાઈડલાઈન જાહર કરી શકે છે. ગુજરાતમાં વેકસીનેશનની સ્થિતિ,કોરોનાના દૈનિક કેસ અને ઓમીક્રોનની સ્થિતિ અંગે ચર્ચા કરાશે.


 


આ પણ વાંચો..........


CDS Bipin Rawat : બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રેશનું શું છે કારણ, સામે આવી મોટી જાણકારી


IPO 2022: આ વર્ષે આવશે અનેક આઇપીઓ, જાણો શું કહે છે એક્સપર્ટ


નવા વર્ષે OTT પર ધૂમ મચાવવા આવી રહી છે આ 16 મોટી ફિલ્મો, જાણો હૉટસ્ટારથી લઇને નેટફ્લિક્સ સુધીનુ લિસ્ટ..............


વર્ષ 2022માં આ રાશિના લોકો પર શનિ દેવની રહેશે કૃપા


UPI Payment: ઇન્ટરનેટ વિના કેવી રીતે કરશો UPIથી પૈસા ટ્રાન્સફર, આ છે આખી પ્રક્રિયા