હાલોલઃ નડિયાદ જિલ્લાના માતર બેઠકથી ભાજપના ધારાસભ્ય જુગાર રમતા અને દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. હાલોલના શિવરાજપુર નજીક આવેલ જીમીરાં રિસોર્ટમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરીને પુછપરછ ચલાવવામાં આવી રહી છે. ભાજપનાં ધારાસભ્ય (MLA) કેશરી સિંહ સોલંકી પણ જુગાર રમતા ઝડપાયા હતા. કેસરીસિંહ ખેડાની માતરના ધારાસભ્ય છે.
આ મામલે હવે પક્ષ તરફથી કેસરીસિંહને નોટિસ ફટકારી ખુલાસો માગવામાં આવ્યો છે. કેસરીસિંહમ મુદ્દે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વાત કરતાં કહ્યું હતું કે, શિસ્ત ભંગના પગલા ભરવા કે નહીં તે નિર્ણય પાર્ટી સ્તરે કરવામાં આવશે.
નોંધનીય છે કે, ધારાસભ્ય સાથે નબીરા હોવાની ચર્ચા ચાલી રહી છે. રિસોર્ટમાં કસીનો ટાઈપ કોઈનથી જુગાર ધામ ચાલી રહ્યું હતું. આ ઉપરાંત હાઇપ્રોફાઇલ યુવતીઓ દ્વારા જુગાર રમાડાતો હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે લાખોની કિંમતના મુદ્દામાલ સાથે ધારાસભ્ય અને નબીરાઓને ઝડપી લીધા હતા.
રિસોર્ટમાંથી ખેડા જિલ્લાના ધારાસભ્ય કેશરીસિંહ સોલંકી સહિત 18 પુરુષો અને 7 મહિલાઓ પણ ઝડપાયા હતા. મહિલાઓમાં 3 નેપાળી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. દારૂની 7 ઉપરાંત બોટલ પણ મળી આવી છે. પોલીસે હાલ ધારાસભ્ય સહિત અન્યોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથધરી છે.
ધારાસભ્ય સહિત નબીરાઓ જીમીરા રિસોર્ટમાં દારૂની પણ મહેફિલ માણી રહ્યા હોવાનું આધાર ભૂત સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.
આ રીસોર્ટમાં કસીનો સ્ટાઈલમાં ધમધમી રહ્યું હતું જુગારધામ. આરોપ છે કે ધારાસભ્ય અને તેમના મિત્રોએ અગાઉથી જ બૂકિંગ કરાવી રાખ્યું હતું રિસોર્ટ. અહીં જુગારની સાથે દારૂની મહેફિલનું પણ આયોજન હતું. પણ ત્યારે જ પોલીસ ત્રાટકી હતી. લીસે 9 જેટલી દારૂની બોટલ કબજે કરી છે. સાથે જ 3 લાખ, 80 હજાર રોકડ રકમ, મોબાઈલ ફોન, લેપટોપ અને લક્ઝરિયસ કાર કબજે કરી છે.
જો કે, ધરપકડ બાદ કેસરીસિંહ થયા જામીન પર મુક્ત છે. પોતાના બચાવમાં તેમણે દારૂ પીતા ન હોવાનું રટણ રટ્યું હતું. સાથે જ કહ્યું હતું કે, પાવાગઢના દર્શને ગયો હતો. મોડું થઈ જતા રિસોર્ટમાં રૂમ જોવા ગયો અને ત્યારે જ ત્રાટકી પોલીસ હતી.