Gujarat Politics :લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનું 'ઑપરેશન લોટસ' ચાલી રહ્યું છે. વધુ એક નેતા ભાજપમાં જોડાશે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા ભાજપમાં જોડાવવા જઇ રહ્યાં છે. મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ જોડાઈ  ભાજપમાં જોડાઇ શકે છે. મહુવાના વડલીમાં પાટીલ અને કનુભાઈ વચ્ચે બેઠક યોજાઇ હતી. આ સમયે માયાભાઇ આહિર પણ ઉપસ્થિત રહ્યાં હતા. ઉલ્લેખનિય છે કે, ખેડૂત આગેવાનની છાપ કનુભાઈ ધરાવે છે. આવતીકાલે કનુભાઈ કેસરિયા કરી શકે છે.


કોંગ્રેસને વધુ એક ફટકો લાગી શકે છે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી આપી શકે છે રાજીનામું. માણાવદરનાં ધારાસભ્ય લાડાણી 24 કલાકમાં રાજીનામું આપી શકે છે. રાજીનામું આપ્યા બાદ અરવિંદ લાડાણી ભાજપમાં જોડાશે. અરવિંદ લાડાણી આજે આપી શકે રાજીનામું. આ સાથે જ મહેશ વસાવા પણ ભાજપમાં જોડાશે.


રાજીનામું આપનારા લાડાણી કોંગ્રેસના ચોથા ધારાસભ્ય બનશે. રાહુલ ગાંધીની યાત્રા પહેલા જ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગવા જઈ રહ્યો છે.


નોંધનીય છે કે, ગઈકાલે ભાજપમાં ભરતી મેળો યોજાયો હતો, આ ભરતી મેળામાં કોંગ્રેસના એક બે નહીં પરંતુ ત્રણ દિગ્ગજોએ કેસરિયા કર્યા છે. આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં કમલમ ઓફિસમાં મેગા ભરતી મેળો યોજાયો હતો, જેમાં સીઆર પાટીલે કોંગ્રેસના દિગ્ગજ દિગ્ગજો અંબરીશ ડેર, અર્જૂન મોઢવાડિયા અને મુળુભાઇ કંડોરિયાને ભાજપનો ખેસ પહેરાવીને પાર્ટીમાં સામેલ કર્યા હતા. 


આજે ગાંધીનગર કમલમ ખાતે ભરતી મેળો યોજાયો હતો, જેમાં કોંગ્રેસના ત્રણ દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયા, અંબરીશ ડેર અને મુળુભાઇ કંડરિયાએ કેસરિયા ધારણ કર્યો હતો. આ ત્રણેયને સીઆર પાટીલે ખેસ પહેરાવીને પાર્ટીમાં સામેલ કર્યા હતા. ખાસ વાત છે કે, હાલમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતમાં આવે તે પહેલા પ્રદેશ કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઇ છે. આજે કમલમ ખાતે આ બંને દિગ્ગજ નેતાઓએ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હાથે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. તેમની સાથે 25 વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલા જામનગરના મુળુ કંડોરીયાએ પણ ભાજપમાં જોડાયા છે.કમલમ ખાતે કાર્યકર્તાઓને સંબોધન કરતાં સી. આર પાટીલે જણાવ્યુ કે, ‘લોકોને મદદ કરવાની ભાવના માટેનુ પ્લેટફોર્મ મળે તે માટે તમે પીએમ મોદીની આગેવાનીમાં ભાજપમાં જોડાઇ રહ્યા છે તે બદલ આપનું