સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે નવસારી જિલ્લામાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. નવસારી શહેરના જમાલપોરના 58 વર્ષિય આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવસારી જિલ્લામાં કુલ એક્ટિવ કેસ 10 થયા.
નવસારી જિલ્લામાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. નવસારી શહેરના જમાલપોર વિસ્તારમાં આવેલા મધુરમ બંગ્લોઝમાં 58 વર્ષિય આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ દર્દી સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ડાયમંડ કંપનીમાં કામ કરે છે. હાલ આ દર્દી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં કુલ 10 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી કોરોનાથી 1 જ દર્દીનું મોત નિપજ્યું છે જ્યારે બાકીના દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતાં.
દક્ષિણ ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે દિવસે ને દિવસે દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 21 હજારને પાર પહોંચી છે. હાલ રાજ્યમાં કુલ સંક્રમિત સંખ્યા 21044 પર પહોંચી છે અને મૃત્યુઆંક 1313 પર પહોંચ્યો છે.
નવસારીમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો, હાલ કેટલા કેસ એક્વિ છે? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Jun 2020 09:47 AM (IST)
નવસારી જિલ્લામાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. નવસારી શહેરના જમાલપોર વિસ્તારમાં આવેલા મધુરમ બંગ્લોઝમાં 58 વર્ષિય આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
- - - - - - - - - Advertisement - - - - - - - - -