સોમવારે વહેલી સવારે 1.45 વાગ્યે પહેલો આંચકો અનુભવાયો હતો કે જે 1.7 ની તીવ્રતાનો હતો જ્યારે એક મિનિટ પછી એટલે કે સવારે 1.46 વાગ્યે બીજો આંચકો અનુભવાયો હતો કે જે 1.6 ની તીવ્રતાનો હતો.
રવિવારે રાત્રે અનુભવાયેલા ભૂકંપના આંચકાનું એપીસેન્ટર કચ્છના ભચાઉ પાસે વોંધ ગામ નજીક હતું. રિક્ટર સ્કેલ પર 5.3ની તીવ્રતા ધરાવતા આ ભૂકંપે માત્ર કચ્છ જ નહીં પરંતુ રાજકોટ, મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરાંત પાટણ, બેચરાજી સહિતના ઉત્તર ગુજરાતના ભાગોને પણ હચમચાવી દીધા હતા. આ ભૂકંપના આંચકા છેક અમદાવાદ અને વડોદરા સુધી પણ અમુક સેકન્ડ સુધી અનુભવાયા હતા.