Heart Attack: રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકને કિસ્સામાં અચાનક જ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સાબરકાંઠામાં હાર્ટ એટેકથી વધુ એક યુવાનનું મોત થયું છે.


મળતી માહિતી પ્રમાણે ઇડર તાલુકાનાં કમાલપુરનાં 40 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. મૃતકનું નામ મુકેશભાઈ મઈભાઈ પટેલ છે. રાત્રિ દરમ્યાન પરિવાર સાથે ભોજન બાદ વાતચીત કરી સવારે ચા નાસ્તો કર્યા બાદ હાર્ટ એટેક આવ્યો હતો. એટેક આવતા જ સારવાર અર્થે ઇડર લઈ જતા રસ્તામાં મોત થયું હતું. ખાનગી હોસ્પિટલનાં તબીબ દ્વારા હાર્ટ એટેકથી મોતની પુષ્ટિ કરવામાં આવી હતી. શહેરો બાદ હવે ગામડાઓમાં પણ હાર્ટ એટેકનાં કિસ્સાઓનું પ્રમાણ વધ્યું છે. વધતા જતા હાર્ટ એટેકનાં કારણે લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.


વાયુ પ્રદૂષણથી હાર્ટ એટેકનું જોખમ


હાર્ટ એક્સપર્ટ્સનું કહેવું છે કે વાયુ પ્રદૂષણની હાર્ટ હેલ્થ પર વિપરીત અસર થઈ શકે છે. હવામાં રહેલા નાના કણો, PM 2.5, ફેફસામાં પ્રવેશ કરે છે અને રક્ત પરિભ્રમણ કરે છે. જેના કારણે બળતરા, હૃદયરોગ, હાર્ટ એટેક, સ્ટ્રોક અને ફેફસાને લગતી સમસ્યાઓ થઈ શકે છે. નાઈટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ હવાના સૂક્ષ્મ કણોમાં જોવા મળે છે, જે સમય જતાં આવા ખતરનાક રોગોમાં વધારો કરી શકે છે.


heart.org ના અહેવાલ મુજબ, હવાના પ્રદૂષણના હળવા સ્તરના સંપર્કમાં આવવાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. એક કલાક પણ પ્રદૂષિત હવામાં રહેવાથી તેનું જોખમ વધી જાય છે. અધ્યયન અનુસાર, હવાના પ્રદૂષકો ક્રોનિક કોરોનરી સિન્ડ્રોમની સમસ્યાને વધારી શકે છે. આને કારણે, હૃદયના સ્નાયુઓને રક્ત પુરવઠો વિક્ષેપિત થઈ શકે છે.
 
શાંઘાઈ ફુડાન યુનિવર્સિટીના સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના પ્રોફેસર હૈડોંગ કાન કહે છે કે દરેક વ્યક્તિએ વાયુ પ્રદૂષણ અંગે સાવચેત રહેવું જોઈએ. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પાર્ટિક્યુલેટ મેટર, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુ પ્રદૂષકોના સંપર્કમાં આવવાથી હાર્ટ એટેકનું જોખમ અનેકગણું વધી શકે છે. આ માઇક્રોસ્કોપિક કણોના સંપર્કમાં આવવાથી હૃદય રોગ, સ્ટ્રોક અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે. એટલું જ નહીં, આના કારણે અકાળ મૃત્યુનું જોખમ પણ વધી શકે છે. તેથી પ્રદૂષણ પ્રત્યે હંમેશા સાવધાન રહેવું જોઈએ. બહાર જતી વખતે માત્ર માસ્ક પહેરવું જોઈએ, જેથી ખરાબ હવાથી અમુક હદ સુધી રક્ષણ મેળવી શકાય.