સમગ્ર ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ જોવ મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી સમયમાં અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ્રેશનને લઈને એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના બંદરો પર હાલ એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
અરબી સમુદ્ર સર્જાયેલા ડીપ્રેશનને લઈને એક નંબરનું સિગ્લન લગાવવામાં આવ્યું છે. આગામી સમયમાં ડીપ્રેશન ડીપ ડીપ્રેશનમાં ફેરવાઈ તેવી સંભાવના છે જેને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દ્વારકા જિલ્લાના મોટા ભાગની બોટ કિનારે પહોંચી ચૂકી છે.
આગામી 1 જૂનથી માછીમારોને સિઝન પૂરી થતી હોય ત્યારે નવા ટોકન ઈશ્યૂ કરવાના ફિશરિઝ વિભાગે બંધ કરી દીધા છે. દરિયામાં રહેલી બોટોને પણ કિનરે પહોંચી જવા સૂચન કરવામાં આવ્યું છે.
ગુજરાતના આ બંદર પર લગાવાયું એક નંબરનું સિગ્નલ? જાણો કેમ લગાવાયું એક નંબરનું સિગ્નલ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 May 2020 12:48 PM (IST)
સમગ્ર ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ જોવ મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -