ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 372 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 20 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 608 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 15944 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 980 થયો છે.


આજે નવા નોંધાયેલ કેસ પૈકી અમદાવાદ 253, સુરત 45, વડોદરા 34, ગાંધીનગર 8, મહેસાણા 7, છોટા ઉદેપુર 7, ક્ચ્છ 4, નવસારી 2, બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, ખેડા, ભરૂચ, સાબરકાંઠા, વલસાડ, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અન્ય રાજ્ય 1-1 કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદ 18 અને સુરતમાં 2 મોત કોવિડ-19ના કારણે થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8609 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ 6355 એક્ટિવ કેસ છે જેમાં 68 વેલ્ટીલેટર પર છે અને 6287 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 2 લાખ 1 હજાર 481 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં કુલ 272409 વ્યક્તિઓ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 264312 વ્યક્તિ હોમ ક્વોરન્ટાઈન તથા 8097 વ્યક્તિઓ ફેસીલીટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.