અમરેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમરેલીના રાજુલા પંથકમાં ભારે વરસાદ બાદ નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. રાજુલા તાલુકાના ઉટિયાથી રાજપરડા વચ્ચે વહેલી સવારે કાર તણાઇ હતી. અમરેલીના રાજુલામાં ઉટિયાથી રાજપરડા ગામે સવારે કાર તણાઈ હતી. કાર તણાઈ જતા એકનું મોત થયું હતું. બ્રિજ પર પાણીના ધસમસતા પ્રવાહમાં કાર ફસાઈ હતી. એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. મામલતદાર, TDO સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કાર બહાર કાઢવા માટે સ્થાનિક લોકો અને તંત્રની મદદથી બ્રિજ તોડવા માટેની કામગીરી શરૂ કરાઇ હતી. રાજુલા પંથકમાં સૌથી વધુ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે.
બાબરા કોઝવેમાં કાર ફસાઇ
અમરેલીના બાબરામાં કોઝવેમાં કાર ફસાઇ ગઇ હતી. નાની કુંડળ ગામે પાણીના પ્રવાહમાં કાર ફસાઈ જતાં તાબડતોબ 3 લોકોનું પ્રશાસને રેસ્ક્યૂ કર્યું છે. આ પરિવાર કારમાં બાબરાથી રાજકોટ જતા હતા.
ધાતરવડી નદીમાં ફસાયા 5 લોકો
અમરેલીમાં ચોમાસાનો પહેલો વરસાદ જ આફતરૂપ બન્યો છે. અમરેલીના ધાતરવડી નદીમાં પાંચ લોકો ફસાયા હતા. ધસમસતા પાણીમાં રાજુલા પોલીસે જીવના જોખમે દોરડા બાંધીને આ પાંચેય લોકોને બચાવાયા હતા.
ભારે વરસાદની સ્થિતિને પગલે અમરેલી કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું કે, બે-ત્રણ જગ્યા પર ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરાયુ છે. સાવરકુંડલામાં બસમાં ફસાયેલા છ લોકોનું પણસફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પીપાવાવ ધામમાં ફસાયેલા 24 લોકોને બચાવવામાં આવ્યાં છે.
બોટાદના સાગાવદર ગામે કાર તણાઈ
બોટાદના સાગાવદર ગામે કાર વરસાદીમાં પાણી તણાઈ છે, આ કારમાં સાત લોકો સવાર હતા, જેમાં સાત પૈકી બે લોકો મળ્યા હતા અને પાંચ લોકો લાપતા થયા હતા. ફાયરની ટીમે આખીરાત લાપતા લોકોની શોધખોળ કરી હતી, અને લાઠીદડ-કારીયાણી વચ્ચેથી તણાયેલી કાર મળી આવી હતી. આ લાપતા પાંચ લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. માહિતી પ્રમાણે, જૂનાગઢથી દર્શન કરવા સાગાવદર ગામે આવ્યા હતા, દર્શન કરી પરત ફરતા સમયે પાણીના પ્રવાહમાં કાર તણાઇ હતી.