અમરેલી: ચોમાસાની ઋતુમાં હાલમાં રાજ્યમાં રોગચાળાએ માથું ઉચક્યં છે. એક તરફ શરદી,તાવ, ઉધરસ અને આંખને લગતા રોગો સામે આવી રહ્યા છે તો બીજી તરફ કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. અમરેલીમાં શંકાસ્પદ કોંગો ફીવરથી એક આધેડનું મોત થયું છે.


લીલીયા તાલુકાના લોકાલોકી ગામના 55 વર્ષીય આધેડનું શંકાસ્પદ કોંગો ફેવરથી મોત થયું છે. આરોગ્ય વિભાગે 23-7 ના રોજ સેમ્પલ લીધું હતું. તો બીજી તરફ મૃતક ડાયાબિટીસ જેવી બીમારીથી પીડાઈ રહ્યો હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.મૃત્યુ બાદ ટેમ્પલમાં બે દિવસ પહેલા કોંગો ફીવર પોઝિટિવ આવતા અમરેલી જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.


અમદાવાદમાં મચ્છર-પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું


અમદાવાદ શહેરમાં ચોમાસામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે. જુલાઈ મહિનામાં જ ટાઈફોઈડના 415 કેસ, કમળાના166 કેસ, કોલેરા 6 કેસ નોંધાયા હતા. જ્યારે 174 ડેંગ્યુ સાદા, મલેરિયાના 81 , ચિકનગુનિયા 9 કેસ નોંધાયા  હતા. જ્યારે ઝાડા-ઉલ્ટીના જુલાઈ મહિનામાં 1139 કેસ નોંધાયા હતા. મચ્છરનું બ્રિડિંગ મળેલા એકમો પાસેથી 75 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.


આંખ આવવાના કિસ્સાઓમાં ઘટાડો થવાનું આંકલન


આ દરિયાન અમદાવાદમાં આંખો આવવાના કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે દિવસમાં અર્બન હેલ્થ સેન્ટર ઉપર આવતા કેસમાં ઘટાડોથયો છે. એક અર્બન હેલ્થ સેન્ટર ઉપર અંદાજીત 150 થી 200 જેટલા દર્દીઓ તપાસ કરાવી રહ્યા છે. AMC સંચાલિત હોસ્પિટલોમાં 75000 જેટલા ટીપાનો જથ્થો ઉપલબ્ધ છે. આગામી સમયમાં આંખ આવવાના કિસ્સાઓમાં ઘટાડો થવાનું આંકલન છે.


આંખના ફ્લૂના વધતા જતા કેસ વિશે વાત કરતા નિષ્ણાંતે જણાવ્યું છે કે વરસાદની સાથે દેશના મોટાભાગના ભાગોમાં આંખની સમસ્યાથી પીડાતા દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આંખોમાં વાયરલ અને બેક્ટેરિયલ બંને ચેપ જોવા મળી રહ્યા છે. આંખની સમસ્યાઓથી પીડિત મોટાભાગના લોકોને આંખમાં બળતરાની સમસ્યા થાય છે.  સામાન્ય રીતે હવામાનમાં ભેજ અને ભેજવાળી ગરમીને કારણે નેત્રસ્તર દાહ (આંખના ફ્લૂ)ના દર્દીઓની સંખ્યામાં વધારો થાય છે. જો કે, આ વખતે દર વર્ષની સરખામણીમાં વધુ દર્દીઓ આવી રહ્યા છે, જેના માટે કેટલાક મહત્વપૂર્ણ કારણો હોઈ શકે છે.



 


આંખના ફલૂના કેસ અચાનક કેમ વધી રહ્યા છે?


ડોકટરોનું કહેવું છે કે તેનું એક મહત્વનું કારણ એ છે કે ચોમાસામાં બેક્ટેરિયા, વાયરસના ચેપનું જોખમ વધારે છે. આ સિઝનમાં ભેજને કારણે જ્યાં વાયરસ ફેલાવાની તક મળે છે, ભેજનe કારણે, ચેપ લાંબા સમય સુધી આપણી વચ્ચે રહે છે.