આણંદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પગલે વિવિધ પાર્ટીના નેતાઓ ગાંમડા ખુંદી રહ્યા છે ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી આણંદ વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં કરમસદમાં સરદાર ગૃહ ખાતે ભરતસિંહ સોલંકીનો વિરોધ કરવામાં આવ્યો હતો. ભરત સોલંકીનાં આગમન પૂર્વે ભાજપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. ભરતસિંહ સોલંકીનાં રામ શીલા નિવેદન મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપે કહ્યું કે, ભરતસિંહ સોલંકી શ્રી રામ અને પ્રજાની માફી માંગે. ભાજપનાં કાર્યકરો દ્વારા શ્રી રામના નારા લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. ભરતસિંહ સોલંકી આજે પત્રકાર પરિસદ યોજવાના હતા, જો કે તે પહેલાં જ વિરોધ થતા રાજકારણ ગરમાયું છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા ભરતસિંહ સોલંકીએ રામ મંદિરની શીલાઓને લઈને ભાજપ પર નિશાન સાધ્યું હતું. જે બાદ તેઓ ભાજપના નિશાને આવી ગયા છે.


હાર્દિક પટેલ 30 મેએ ભાજપમાં જોડાશે ? જાણો શું કર્યું મોટું એલાન ?
અમદાવાદઃ માત્ર 22 વર્ષની ઉંમરે ગુજરાતની લોકપ્રિયતાના શિખરે પહોંચેલા હાર્દિક પટેલની ઉંમર 30 વર્ષ પણ નથી અને તે દેશના મીડિયાની હેડલાઇન્સમાં રહે છે. હાર્દિકે તાજેતરમાં કોંગ્રેસ છોડી દીધી છે.  ન્યુઝ18ને આપેલા ઈન્ટરવ્યૂમાં હાર્દિક પટેલે કહ્યું છે કે, તે 30 મેના રોજ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને પાર્ટી નક્કી કરશે કે તેઓ કઈ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડશે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ સોમનાથ મંદિરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની એકતા યાત્રાનું નેતૃત્વ પણ કરશે.


પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, હાર્દિક પટેલ ભાજપમાં જોડાવાનો આ એક ભવ્ય કાર્યક્રમ હશે. તેમને ભાજપમાં જોડાવા માટે બે વિકલ્પ આપવામાં આવ્યા હતા. તેઓ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં અથવા ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં અથવા બી.એલ. સંતોષની હાજરીમાં ગાંધીનગરમાં પાર્ટીમાં જોડાઈ શકે છે. તેણે બીજો વિકલ્પ પસંદ કર્યો. સૂત્રોએ જણાવ્યું કે હાર્દિક અને ભાજપ આ દિવસે એક મોટી સભાને સંબોધવાનું આયોજન કરી રહ્યા છે.


ભાજપ સાથે સંકળાયેલા હોવાના સવાલના જવાબમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, જો તમે આટલા મોટા મંચ પરથી કહો છો કે હું ભાજપ સંઘ પરિવાર સાથે જોડાયેલો હતો તો માની લઈએ કે હું જોડાયેલો હતો. હાર્દિકે કહ્યું કે, સંઘ સાથે નહીં પરંતુ અમે ભાજપ સાથે ચોક્કસ જોડાયેલા હતા. જ્યારે આનંદીબેન પટેલ તાલુકામાંથી ચૂંટણી લડતા હતા ત્યારે તેમણે મારા પિતાને ભાઈ બનાવ્યા હતા. મારા પિતા તે સમયે સબમર્સિબલ પંપનો વ્યવસાય કરતા હતા. તેઓ આનંદીબેન પટેલ સાથે તેમના ચૂંટણી પ્રચાર માટે જતા હતા. મારા પિતા સાથે ભાજપનો સંબંધ હતો, આ સંબંધને કારણે હું મારા આંદોલન વખતે પણ આનંદીબેન પટેલને કાકી કહેતો હતો.