Gujarat Rain Forecast:લો પ્રેશર એરિયા ગુજરાત પર આવશે, જેના કારણે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધી જશે. અહીં આ આવિસ્તારમાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. કેટલાક વિસ્તારમા 45 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાઇ શકે છે. આ સિસ્ટમની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતના વિસ્તારમાં થશે. પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદનું અનુમાન છે. આ સિવાય મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. અમદાવાદમાં પણ આજે વરસાદનું પ્રમાણ ખૂબ રહેશે, આ સિવાય સૌરાષ્ટ્રના જિલ્લામાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટમાં પણ વરસાદનું પ્રમાણ વધુ જોવા મળશે. વરસાદના આ રાઉન્ડમાં કેટલાક જગ્યા ભારે તો કેટલીક જગ્યાએ અતિ ભારે તો કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે.
ખેડા, પંચમહાલ, દાહોદ,અરવલ્લી, મહિસાગરમાં પણ આજે વરસાદનું જોર રહેશે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વરસાદનું પ્રમાણ ઘટી શકે છે જો કે ત્યાં પણ મધ્યમ વરસાદ વરસતો રહેશે. આ સિસ્ટમ આગળ વધતા કચ્છમાં પણ આગામી દિવસોમાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. આ સિસ્ટમ પાકિસ્તાન તરફ જતી રહેતા બાદ વરસાદનું પ્રમાણ ઘટશે. વરસાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં આ રાઉન્ડમાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ સાર્વત્રિક વરસાદનું અનુમાન છે.
ભારે વરસાદ ક્યાં પડશે
બનાસકાંઠા,પાટણ, મહેસાણા, સાબરકાંઠા,ગાંધીનગર, અરવલ્લી,મહિસાગર,કચ્છ,મોરબી, સુરેન્દ્રનગર,અમદાવાદ, ખેડા,દાહોદ, પંચમહાલ, રાજકોટ, બોટાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા,પોરબંદર, જૂનાગઢ, આ તમામ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટશે પરંતુ હળવાથી મઘ્યમ વરસાદ વરસતો રહેશે, ટૂંકમાં આગામી 2ણ દિવસ ગુજરાતમાં મધ્યમથી ભારે સાર્વત્રિક વરસાદનું અનુમાન છે.
હવામાન વિભાગે અમદાવાદમાં ભારે વરસાદના અનુમાન સાથે આજે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.
સમગ્ર અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઇ છે. બોડકદેવ, વસ્ત્રાપુર, પાલડીમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી બપોરના સમયે કરી છે, પ્રહલાદનગર, શ્યામલ, ઈસ્કોન એસજી હાઈવે પર ઘનધોર વાદળ વચ્ચે મૂશળધાર વરસાદ વરસ્યો. વરસાદના કારણે સર્વિસ રોડ પર જળ ભરાવ શરૂ થયો છે. અમદાવાદ સમગ્ર જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઇ છે.
અમદાવાદમાં ભારે વરસાદ
થલતેજ, બોપલ, ઘૂમા, શેલામાં વરસાદની તીવ્રતા વધી છે. ગાજવીજ સાથે વરસાદ બપોરના સમયે તૂટી પડ્યો. કાળા ડિંબાગ વાદળોના કારણે વિઝિબિલિટી શૂન્ય થઇ ગઇ હતી. જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે. અમદાવાદમાં વિઝિબિલિટી ઓછી થતાં દિવસે પણ હેડ લાઇટથી વાહનો ચાલતા જોવા મળી રહ્યાં છે. અમદાવાદના ઉત્તર ઝોનમાં પણ વરસાદના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. શિવરંજની, નહેરુનગર, પાલડી,જીવરાજપાર્ક, વેજલપુર,આનંદનગર, એલીસબ્રિજ, શાહપુરમાં વરસાદ વરસતાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.