સુરેન્દ્રનગર: રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા દ્વારા રજવાડાઓને લઈ આપવામાં આવેલા નિવેદનનો જોરદાર વિરોધ થયો હતો. બાદમાં રુપાલાએ માફી માંગી લીધી હતી. તેમ છતા હજુ પણ ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે. સુરેન્દ્રનગરમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગોવાનો એકઠા થયા હતા.  પરશોત્તમ રુપાલાએ આ નિવેદન અંગે માફી માંગી લીધી હતી તેમ છતા ક્ષત્રિય સમાજમાં હજુ પણ રોષ યથાવત છે. 


સુરેન્દ્રનગરમાં  ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી હતી.  રાજકીય ક્ષેત્રે ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા સતત અવગણના થઇ રહી છે તેનો અસંતોષ હોવાની વાત સામે આવી હતી.  


રાજકોટ  લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા  ક્ષત્રિય સમાજની અસ્મિતા અને ચારિત્ર ઉપર પાયા વિહોણી વાત ચૂંટણી પ્રચાર દરમિયાન કરવામાં આવી તે બાબતને લઈ ક્ષત્રિય સમાજમાં હજુ પણ વિરોધ છે.  


પરશોત્તમ રુપાલાએ કહ્યું, ક્ષત્રિય સમાજને નીચો દેખાડવાનો મારો આશય નહોતો, હું દિલથી ક્ષત્રિય સમાજની માફી માંગુ છુ. કોઈની પણ લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરુ છું.  વિવાદ બાદ પરશોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી હતી.  


પરશોત્તમ રુપાલાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો. જેમાં તેઓ કહી રહ્યા હતા કે,  અંગ્રેજો સામે મહારાજાઓ નમ્યા,  રોટી - બેટીના વ્યવહાર કર્યા. રૂખી સમાજ ઝૂક્યો નહોતો, હજાર વર્ષે રામ તેમના ભરોસે આવ્યા છે.   


ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે 111 ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી હતી.  જેમાં ગુજરાતના 6 ઉમેદવારોના નામ પણ સામેલ હતા. વડોદરા બેઠક પરથી ભાજપે રંજનબેન ભટ્ટના બદલે ડૉ હેમંગ યોગેશચંદ્ર જોશીને ટિકીટ આપી છે. જૂનાગઢ બેઠક પરથી રાજેશ ચૂડાસમાને ભાજપે રિપીટ કર્યા છે. મહેસાણા બેઠક પર હરીભાઈ પટેલને પાર્ટીએ ટિકીટ આપી છે. અમરેલી બેઠક પરથી પાર્ટીએ ભરત સુતરીયાને ટિકીટ આપી છે. સુરેન્દ્રનગર બેઠક પરથી ચંદુભાઈ શિહોરાને ટિકીટ આપી છે. સાબરકાંઠા બેઠક પરથી શોભનાબેન બારેયાને ભાજપે ટિકીટ આપી છે. 


• ક્યાં તબક્કામાં કેટલી બેઠકો પર થશે મતદાન


- પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થશે.


- બીજા તબક્કામાં 26મી એપ્રિલે 13 રાજ્યોની 89 બેઠકો પર મતદાન થશે.


- ત્રીજા તબક્કામાં 7મી મેએ 12 રાજ્યોની 94 બેઠકો પર મતદાન થશે.


- ચોથા તબક્કામાં 13 મેએ 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થશે.


- પાંચમા તબક્કામાં 20 મેએ 8 રાજ્યોની 49 બેઠકો પર મતદાન થશે.


- છઠ્ઠા તબક્કામાં 25મી મેએ 7 રાજ્યોની 57 બેઠકો પર મતદાન થશે.


- સાતમા તબક્કામાં 1 જૂને 8 રાજ્યોની 57 સીટો પર મતદાન થશે.


- પરિણામ ચોથી જૂને જાહેર કરવામાં આવશે.