Paper Leak News Live Update: પેપર લીક મામલે મોટો ખુલાસો, પ્રિન્ટિંગ પ્રેસથી જ થયું હતુ લીક
29 જાન્યુઆરી રવિવારે પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની કુલ 1 હજાર 185 જગ્યા માટે ભરતી પરીક્ષા યોજાવવાની હતી. પરીક્ષા રદ્દ થતાં ઉમેદવારોમાં ઘોર નિરાશા
પરીક્ષા માટે રિઝર્વેશન કરાવનાર અને બસ ટિકિટ લેનાર ઉમેદવારોને રિફંડ આપવા નિર્ણય કરાયો છે...અત્યાર સુધી એક હજાર 244 એક્સટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવી છે....70 હજાર 541 પરીક્ષાર્થીઓને તેમના ઘરે.પહોંચાડમાં આવ્યાં
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવતાં.પરીક્ષાર્થીઓ રોષે ભરાયા હતા. બાદ પંચાયત સેવા પસંદગી બોર્ડે આગામી પરીક્ષા માટે એસટી સેવા ફ્રી આપવાની જાહેરાત કરી છે. તેમજ ફરી પરીક્ષા માટે પણ ટૂંક સમયમા જ નવી તારીખ જાહેર થઇ શકે છે.
જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક મામલે ચોંકવાનાર ખુલાસા થઇ રહ્યાં છે. વડોદરાના સ્ટેકવાઈઝ ટેક્નોલોજીના સંચાલક ભાસ્કર અને રિદ્ધીએ આ પેપરનો સાતથી દસ લાખ રુપિયામાં સોદો કર્યાનો ખુલાસો થયો છે. આ પેપર હૈદરાબાદની પ્રિન્ટિગ પ્રેસથી લીક થયા હતા અને સૌ પ્રથમ વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવ્યાં હતા. પોલીસ તપાસમાં 40 ઉમેદવાર સુધી આ પેપર પહોંચ્યું હોવાનું સામે આવ્યું હોવાથી પરીક્ષા આપનાર ઉમેદવારો સહિત તમામ લોકોમાં હડકંપ મચી ગયો હતો.
પેપર લીક ઉચ્ચસ્તરિય કમિટીને તપાસના આદેશ અપાયા છે. પંચાયત વિભાગ, ગૃહ વિભાગ અને ATS સંયુક્ત રીતે આ મામલે તપાસ કરશે. પેપર લીક ગેંગ ખૂબ મોટી હોવાનો ATSનો દાવો છે. રાજ્ય સરકારે આ મામલે તપાસ માટે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરીને તપાસના આદેશ આપ્યાં છે. શંકમંદ વડોદરામાં પરીક્ષાર્થીઓના સંપર્કમાં હોવાનું ATSની તપાસમાં સામે આવ્યું છે.
ગાંધીનગર :જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર રદ થતાં નવી પરીક્ષાની તારીખ માટે પંચાયત સેવા પસંદગી મંડળે સ્પષ્ટતા કરી છે. નવી તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવાની માહિતી આપી છે.
પંચાયત સેવા પસંદગી મંડળે નવી પરીક્ષા એક સપ્તાહ કે પંદર દિવસની અંદર જ લેવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનિય છે કે આજે રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજવાની હતી પરંતુ પરીક્ષાના પેપરના કેટલાક ભાગ લીક થઇ જતાં પરીક્ષા આજે રદ કરાઇ છે. એટીએસે કાર્યવાહી કરતા 15થી વધુ લોકોની અટકાયત કરી છે અને નાયક નામના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
હુડિયા સરનેમ વાળો વ્યક્તિ પેપર લીક કાંડનો સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. પેપર પ્રિન્ટિગ પ્રેસમાંથી લીક થયું હતું. ચાર દિવસ અગાઉ જ એટીએસને લીક થવાના મામલે જાણકારી મળી ગઇ હતી. આ મામલે 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 11 લોકો પરપ્રાતિ છે તો 4 લોકો ગુજરાતના હોવાનું સામે આવ્યું છે.
આજે લેવાવનાર જુનિયર કલાર્કની પરીક્ષા પેપર લીક થતાં રદ થઇ છે. આ મામલે ઓડિશાના રહેવાસીની સંડોવણી સામે આવી છે. પોલીસે નાયક નામના શખ્સની ધરપકડ કરી છે. આ મામલે 15થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. પેપર પરીક્ષાકેન્દ્ર પર પહોંચે તે પહેલા જ એટીએસ કાર્યવાહી કરી છે. પોલીસે તેની અટકાયત કરી છે તે શખ્સો પહેલા પણ આજ પ્રકારના ગુનામાં સંડોવેલા હોવાનું સામે આવ્યું છે.
ગજબ ! પેપર નહીં ઉમેદવારોની કિસ્મત ફૂટી છે ! ભરોસાની ભાજપ સરકારના કરોડો રૂપિયાના ખર્ચે લાગેલ બેનરોથી ઉમેદવારો અને એમના માતા પિતા ભરી ભરોસો કરીને 99 થી વધારીને 156 બેઠક જીતાડી પરંતુ ભાજપે ફરી કૌભાંડો અને પેપર ફોડવાનું શરુ કરી દીધું
જુનિયર કલાર્ક પરીક્ષા મામલે કેટલાક ખૂલાસા થયા છે. પેપર લીક મામલે નાયક નામના વ્યક્તિની ધરપકડ કરનામાં આવી છે. પેપર લીક કાંડમાં બિહારી અને ઓડિશાના રહેવાસીની સંડોવણી હોવાની માહિતી મળી છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. સમગ્ર મામલે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સભ્ય રાધિક કચેરિયાએ એબીપી અસ્મિતા સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે પરીક્ષાના પેપરનો કેટલોક ભાગ લીક થયાના સમાચાર મળતાં જ પેપર રદ કરવાનો નિર્ણય લીઘો છે. મીડિયા દ્રારા જ્યારે સિસ્ટમ પર સવાલ ઉભા થયા તો સમગ્ર પેપરલીક કાંડમાં ગુજરાત બહારની ટોળકીનો હાથ હોવાનું જણાવ્યું છે. ગુજરાત બહારની ટોળકીએ પેપર ફોડ્યું હોવાનો મીડિયા સમક્ષ રાધિકા કચેરિયાએ ઉલ્લેખ કર્યો હતો.
પંચાયત સેવા પસંદગી સેવા મંડળનું પેપર લીક થતાં સાડા નવ લાખ પરીક્ષાર્થીઓ રઝડી પડ્યાં છે. દરેક એસ ટી ડેપો પર પરીક્ષાર્થીઓની ભીડ જોવા મળી રહી છે. ત્યારે પરીક્ષાર્થીઓને રાહત આપવા માટે પંચાયત સેવા પસંદગી મંડળે મહત્વની જાહેરાત કરી છે. એસટી બસમાં પ્રવાસ કરતા પરીક્ષાર્થીઓએ પરત જવા માટે એસટીની ટિકિટ નહિ લેવી પડે. જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓને પરત જવા માટે એસટીમાં નિશુલ્ક પ્રવાસની જાહેરાત કરી છે.
ફરી વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષાર્થીઓ કડકડતી ઠંડીમાં રઝળી પડ્યાં છે. પરીક્ષાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તમામ એસટી ડેપોમાં પરીક્ષાર્થીઓની ભીડ જોવા મળી રહી છે. અમદાવામાં ગીતા મંદિર બસ સ્ટોપ પર પરીક્ષાર્થીઓની ભીડ જોવા મળી રહી છે. અચાનક પરીક્ષા રદ થતાં લાખો વિદ્યાર્થી એસ ટી ડેપોમાં અટવાયા છે. સાડ નવ લાખ વિદ્યાર્થીની મહેનત પાણીમાં જતાં વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ફરી એકવાર સ્પર્ધાત્મક પરીક્ષઆનું પેપર ફૂટી જતાં પરીક્ષાર્થીઓમાં નિરાશા જોવા મળી રહી છે. આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે મોટા દાવો કર્યો છે. તેમણે ખુલાસો કરતા જણાવ્યું કે, પેપર લીક કરના એજન્ટ મામલે તંત્રનું પહેલાથી જ ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ ફરી એકવાર કોઇ પગલા ન લેવાતા આખરે 9 લાખથી વધુ પરીક્ષાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
ફરી એકવાર સ્પર્ધાત્મક પરીક્ષઆનું પેપર ફૂટી જતાં પરીક્ષાર્થીઓમાં નિરાશા જોવા મળી રહી છે. આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે મોટા દાવો કર્યો છે. તેમણે ખુલાસો કરતા જણાવ્યું કે, પેપર લીક કરના એજન્ટ મામલે તંત્રનું પહેલાથી જ ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ ફરી એકવાર કોઇ પગલા ન લેવાતા આખરે 9 લાખથી વધુ પરીક્ષાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
બ્રેકગ્રાઉન્ડ
ગાંધીનગર:રાજ્ય સરકાર ફરી એકવાર સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં નિષ્ફળ ગઇ છે. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુ એક વખત જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલા પેપર લીક થતા પરીક્ષા મોકૂફ રખાઇ છે. પોલીસ તપાસ દરમિયાન એક યુવકની ધરપકડ કરી છે. આ યુવક પાસેથી પ્રશ્રપત્રની નકલ મળી આવી હતી.
Paper Leak News Live Update પેપર લીક પરીક્ષાર્થીઓ નિરાશા
29 જાન્યુઆરી રવિવારે પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની કુલ 1 હજાર 185 જગ્યા માટે ભરતી પરીક્ષા યોજાવવાની હતી. જેના માટે રાજ્યભરમાં 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. આ પરીક્ષા 2 હજાર 995 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાવવાની હતી. જો કે વારંવાર સરકારી નોકરી માટેની પરીક્ષાના પેપર ફૂટતા બેરોજગાર પરીક્ષાર્થીઓમાં ઘોર નિરાશા જોવા મળી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -