Kutch News: કચ્છની દરિયાઇ સીમામાંથી ચરસના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત છે. જખૌના દરિયા કાંઠાથી 10 કિલોમીટર દૂર ખિદરત બેટ પાસેથી ચરસના 5 પેકેટ મળી આવ્યા છે. ચરસના પકડાયેલ 3 પેકેટ પર '' છાપવામાં આવેલું છે. તો અન્ય બે પેકેટ પર 'અફઘાન પ્રોડક્ટ' પ્રિન્ટ થયેલ છે. બીએસએફ અને મરીન પોલીસ દ્વારા સયુંકત રીતે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. દરિયાઈ મોજામાં ધોવાઈને ચરસના પેકેટ ભારતીય જળસીમામાં તણાઈ આવતા હોવાનું અનુમાન છે. 


ભાવનગર રેન્જ IGએ યુવરાજસિંહને લઈને કર્યા મોટા ખુલાસા


ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે ડમીકાંડ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, ભારતનગર પોલીસ મથકમાં દાખલ થયેલી ડમીકાંડની તપાસ કરવામાં આવી છે. યુવરાજસિંહ જાડેજાએ પૂછપરછમાં આપેલા 30 નામો અંગે તપાસ ચાલુ છે. તો બીજી તરફ યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગ્યા છે  ગઈકાલે યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ રાજકીય વ્યક્તિઓના નામ લીધા હતા. જો કે, અમે પણ આ અંગે તેમને પૂછ્યું પણ તેમણે આ અંગે કોઈના નામ પોલીસને આપ્યા નથી. આજે મે યુવરાજસિંહ જાડેજાની પૂછપરછ કરી તો તેમણે મને પણ તેમણે કોઈ રાજકીય વ્યક્તિઓના નામ આપ્યા નથી.


 



આ ઉપરાંત ધમકી અને ડર અંગે મે પૂછ્યું તો ધમકી ના મળ્યાનું કહ્યું છે. અન્ય ભરતી પ્રક્રિયાના કૌભાંડ અંગે પોલીસને જણાવ્યું કે મારી પાસે માહિતી છે સમયે જાહેર કરીશ. ઘનશ્યામ લાધવા અને બિપીન ત્રિવેદીએ 10 ટકા લેખે જે રુપિયા લીધા હતા તે રિકવાર કરવાનું શરૂ છે. નારી ચોકડી ખાતે મિટિંગ થઈ હોવાનું યુવરાજસિંહ જાડેજાએ સ્વીકાર્યું છે.  સીસીટીવી ડિલીટ કરી 3 વાર ફોર્મેટ કરવામાં આવ્યું હતું. હાલમાં સીસીટીવી ફૂટેજ રિકવર કરવામાં આવી રહ્યા છે. સીસીટીવી ફૂટેજ અને cdr એનાલિસિસ કરીને પુરાવા મેળવવામાં આવ્યા છે. 


પીકે અને પ્રદીપનું નામ 5મીએ યુવરાજસિંહ જાડેજાએ લીધું ના હતું. તે અંગેની એક ચેટ પણ પ્રાપ્ત થઈ છે. 7 વ્યક્તિના નામ આપ્યા અને 2ના નામ છુપાવ્યા હતા. ફરિયાદનું મૂળ જ આ બાબત છે.  પોલીસ તપાસમાં આ 2 નામ સામે આવ્યા હતા. આ ઉપરાંત આ ડમીકાંડમાં રાજનેતાઓની સંડોવણીના પુરાવા યુવરાજ પાસે ન હોવાનો પોલીસે દાવો કર્યો છે. આ ઉપરાંત યુવરાજ સામે નવા કાયદા પ્રમાણે કાર્યાવાહી થશે તેમ રેન્જ આઈજીએ જણાવ્યું છે.