Tamil Sangam: સોમનાથ ખાતે તમિલ સંગમ કાર્યક્રમ કેન્દ્રીય ઉદ્યોગ અને કાપડ પ્રધાન પીયૂષ ગોયલે હાજરી આપી હતી. તેમણે વર્ષ 2030 સુધીમાં સમગ્ર દેશમાં ટેક્ટીકલ ટેક્સટાઇલ્સ પોલિસીનો અમલ થવાની સાથે આજે ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં સમગ્ર વિશ્વમાં ભારતની યોગદાન ખૂબ જ ઓછુ છે તેમાં નોંધપાત્ર વધારો થશે અને વર્ષ 2030 માં ભારત પણ ટેક્ટીકલ ટેક્સટાઇલ્સની દિશામાં વિશ્વના અનેક દેશો સાથે કદમ મિલાવતું હશે તેવો આશાવાદ કેન્દ્રીય કાપડ પ્રધાન પિયુષ ગોયલે સોમનાથ ખાતે વ્યક્ત કર્યો હતો.




 


સમગ્ર દેશમાં એક નવી કાપડ નીતિ બનવા જઈ રહી છે


વર્ષ 2030 સુધીમાં ભારત પણ ટેક્ટીકલ ટેક્સટાઇલ્સની દિશામાં દુનિયાના દેશો સાથે કદમ મિલાવતું જોવા મળશે. આજે સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં હાજર રહેલા કેન્દ્રિય કાપડ અને ઉદ્યોગપ્રધાન પિયુષ ગોયલે સોમનાથ ખાતે માધ્યમ સાથે વાત કરતા ટેક્સટાઇલ્સ પોલિસીને લઈને કેન્દ્રની સરકાર કામ કરી રહી છે. જેને લઈને વર્ષ 2030 સુધીમાં સમગ્ર દેશમાં એક નવી કાપડ નીતિ બનવા જઈ રહી છે જેના કારણે ભારત પણ વિશ્વના અનેક દેશો સાથે કાપડ ઉદ્યોગમાં પણ કદમ મિલાવતો જોવા મળશે.


વિશ્વના લોકો ભારતની ટેક્સટાઇલ્સ ઉદ્યોગનો દબદબો સ્વીકારતા થશે


પીયુષ ગોયલે જણાવ્યું હતું કે, ટેક્ટીકલ ટેક્સટાઇલ્સ ને લઈને રાજકોટ ખાતે કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારી અને પ્રધાનોની વચ્ચે બેઠકના ત્રણ દોર પૂરા થયા છે. ટેક્ટીકલ્સ ટેક્ષટાઇલને લઈને અધિકારીઓ અને કાપડ ઉદ્યોગકારો સાથે બેઠકોનો દોર સતત આગળ વધતો જોવા મળશે. ભારત કોટન ટેક્સટાઇલ્સની શૃંખલાની સાથે ટેક્ટીકલ ટેક્સટાઇલ્સની શૃંખલામાં પણ ખૂબ જ ઝડપભેર આગળ વધી રહ્યું છે જેનું પરિણામ વર્ષ 2030 સુધીમાં સમગ્ર વિશ્વના લોકો ભારતની ટેક્સટાઇલ્સ ઉદ્યોગનો દબદબો સ્વીકારતા થશે.


પ્રધાનમંત્રી મિત્ર ટેક્સટાઇલ્સ ટેક્ટીકલ્સ ટેક્સટાઇલ્સ પાર્ક શરૂ થશે


વડાપ્રધાન મિત્ર પાર્ક તરીકે પણ સાત નવા ટેક્સટાઇલ્સ પાર્કને મંજૂર કરવામાં આવ્યા છે જેમાં પણ ખૂબ જ ઝડપભેર કામ થઈ રહ્યું છે. નવસારી નજીક પ્રધાનમંત્રી મિત્ર ટેકનિકલ ટેક્સટાઇલ પાર્ક પર બિલકુલ પૂર્ણતા તરફ આગળ વધી રહ્યો છે. આ જ પ્રકારે સમગ્ર દેશમાં સાત પ્રધાનમંત્રી મિત્ર ટેક્સટાઇલ્સ ટેક્ટીકલ્સ ટેક્સટાઇલ્સ પાર્ક શરૂ થશે જેને કારણે વર્ષ 2030 સુધીમાં ભારતમાંથી 1000 બિલિયન ડોલર કરતાં પણ વધારે મૂલ્યના કાપડની નિકાસ પણ કરવામાં આવશે.