પોરબંદરના દરિયાઈ સીમામાં પાકિસ્તાન મરીનની વધુ એક નફ્ફટાઈ સામે આવી છે. પાકિસ્તાન મરીને વધુ એક ભારતીય બોટ અને ત્રણ માછીમારોનું અપહરણ કર્યું છે. પાકિસ્તાન મરીને ગઈકાલે સત્યવતી નામની બોટ અને આઠ માછીમારોને બંધક બનાવ્યા હતા. જો કે બાદમાં પાંચ માછીમારોને મુક્ત કરી દીધા હતા. પાંચેય માછીમારોને કોસ્ટગાર્ડ પોરબંદર લાવી છે. અપહરણ કરાયેલ બોટ નવસારીના કૃષ્ણપુર ગામની હોવાનું બહાર આવ્યું છે. આ સાથે જ મનિષ કેશવ, વિજય મણીલાલ અને આશિષ પટેલ નામના માછીમારોનું પાકિસ્તાન મરીને અપહરણ કર્યુ હોવાની માહિતી સામે આવી રહી છે.
કિશન ભરવાડની હત્યાના વિરોધમાં રેલી, પોલીસે ફટકારતાં યુવાનો બાઈકો મૂકી મૂકીને ભાગ્યા
રાજકોટઃ ધંધૂકાના કિશન ભરવાડની હત્યાની ઘટનાના વિરોધમાં નિકળેલી રેલી પર પોલીસે લાઠીચાર્જ કરતાં કેટલાય યુવકો ગબડી પડ્યા હતા જ્યારે સંખ્યાબંધ યુવકો બાઈક મૂકી મૂકીને ભાગ્યા હતા. રાજકોટ પોલીસ કમિશ્નર કચેરી સામે પોલીસે કરેલા લાઠીચાર્જમાં એક યુવાનને માથામાં ઇજા પણ થઈ હતી.
કિશન ભરવાડની હત્યાના વિરોધ કરવા એકઠા થયેલા 2000 હજાર યુવાનોના ટોળા વિખેરવા માટે પોલીસે દંડાવાળી કરી હતી અને યુવકોને દોડાવી દોડાવીને માર્યા હતા. રાજકોટના ફૂલછાબ ચોકમાં પોલીસના લાઠીચાર્જમાં અનક યુવાનો ગબડી પડ્યા હતા ને પોલીસે તેમને પણ ધોયા હતા.
ધંધૂકાના કિશન ભરવાડની હત્યાની ઘટનાના કારણે લોકોમાં આક્રોશ છે ત્યારે આજે રાજ્યભરમાં માલધારી સમાજ દ્વારા દરેક જિલ્લાના કલેકટરને આવેદનપત્ર આપીને કિશન ભરવાડને ન્યાય આપવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી.
રાજકોટમાં પણ ધંધુકાના કિશન ભરવાડ ની હત્યા ના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રાજકોટમાં ભરવાડ સમાજ અને અન્ય હિંદુવાદી સંગઠનોની વિશાળ રેલી નિકળી હતી. આ રેલી પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને યુવાનોને દોડાવી દોડાવીને દંડા ફટકાર્યા હતા. પોલીસે યુવકોને દંડા ફટકારી ફટકારીને ભગાડ્યા હતા.