શેખચલ્લી પાકિસ્તાનનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. જૂનાગઢ, કાશ્મીર, લદ્દાખ, સિયાચીન અને સરક્રિકને પોતાનું ગણાવતો પાકિસ્તાને એક નકશો જાહેર કર્યો હતો. પાકિસ્તાને આ નકશો જાહેર કરતાં ખળભળાટ મચી ગયો હતો. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.


કાશ્મીર મુદ્દે હંમેશા કાઉકાઉ કરતા પાકિસ્તાને જાહેર કરેલા નકશામાં જૂનાગઢ, કાશ્મીર, લદ્દાખ, સિયાચીન અને સરક્રિકનો સમાવેશ કરીને ફરીથી ભાઉંભાઉં કરવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાનની આ જ હરકતથી ચીનના પાપ એવા પાકિસ્તાનને જાહેર કરેલા નકશાને લઈને ચારેયકોરથી ફિટકાર વરસી રહી છે.

પાકિસ્તાને જાહેર કરેલા નકશાને મુખ્યમંત્રી રૂપાણીએ મુર્ખામીભર્યો ગણાવ્યો હતો તો અહમદ પટેલે પાકિસ્તાનની આ અવળચંડાઈ ગણાવી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મંગળવારે એક બેઠક દરમિયાન દેશનો નકશો જાહેર કર્યો હતો. તેમાં સિયાચીન સહિત ગુજરાતના જૂનાગઢ પર દાવો ઠોક્યો હતો. જેને લઈને સોશિયલ મીડિયામાં ઈમરાન ખાનને લઈને ફિટકાર વરસી હતી.

ભારતે પાંચ ઓગસ્ટે કલમ 370 નાબુદ કરી હતી તેને આજે એક વર્ષ થઈ ગયું છે. પાકિસ્તાની જનતા પણ માની ગઈ છે કે, હવે કાશ્મીરને ભારતથી કોઈપણ છીનવી નહીં શકે. એટલે પાકિસ્તાની લોકોનો ગુસ્સો ઓછો કરવા માટે ઈમરાન ખાને સરકારે આ નૌટંકી રચી છે.