Palanpur:  પાલનપુર આરટીઓ સર્કલ પર નિર્માણાધીન બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાઈ થયો છે. ચાલુ કામ દરમિયાન સ્લેબનો એક ભાગ ધરાશાઇ થતા નીચે પડેલા ટ્રેક્ટર અને રીક્ષા દબાયા હતા. પાલનપુર આરટીઓ સર્કલ પર બ્રિજનું કામ ચાલી રહ્યું છે. બ્રિજનો ભાગ ધરાશાય થતા વાહનોને  નુકશાન થયું છે. બ્રિજના કાટમાળમાં દટાઈ જવાથી એક વ્યક્તિનું મોત થયું છે.


અમિત ચાવડાએ શું કર્યુ ટ્વિટ


કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ટ્વિટ કરીને લખ્યું, પાલનપુર આરટીઓ સર્કલ નજીક ઓવરબ્રિજ ધરાશાઈ થયો. ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડતા રીક્ષા ચાલક સહિત ત્રણ વ્યક્તિ કાટમાળમાં દટાયાની આશંકા. આ બ્રીજ નહી પણ ભ્રષ્ટાચારનો વિકાસ પડ્યો છે, હવે ફરી અધિકારીઓની બદલી કરી હૈયે ટાઢક કરાશે ?


ક્યારથી શરૂ થયું હતું કામ


દોઢ વર્ષ પહેલાં બ્રિજનું કામ શરૂ કરાયું હતું. આગામી જાન્યુઆરીમાં આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવાની હતી.
અંબાજી તરફ જતા રોડ પર બની રહેલા બ્રિજનો ભાગ ધરાશાઈ થયો છે.






બનાસકાંઠા જિલ્લાના 35 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. વર્ષ 2023 થી 2028 સુધી અશાંત ધારો નક્કી કરેલા વિસ્તારોમાં લાગુ કર્યો છે. આમ પાંચ વર્ષ માટે અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. આ અંગેનુ જાહેરનામુ બહારનામું બહાર પાડવામાં આવ્યો છે. પાલનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલા આ તમામ 35 વિસ્તારોમાં અશાંતધારો લગાવવામાં આવતા હવે મિલક્તોનુ વેચાણ કરવા માટે હવે જિલ્લા ક્લેકટરની મંજૂરી લેવી જરુરી બની છે. એટલે કે જે વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે, એ વિસ્તારમાં હવે કોઈ પણ મિલકતનુ વેચાણ કરવુ હશે તો, એ અંગે મંજૂરી મેળવવી પડશે. આમ મંજૂરી વિના સીધુ જ મિલ્કતનુ વેચાણ કરી શકાશે નહીં. અશાંતધારો એ વિસ્તારોમાં લાગુ કરવામાં આવ્યો છે, અગાઉ કોમી તોફોનો કે ઘર્ષણ સર્જાયા હોય. ભવિષ્યમાં ઘર્ષણની સ્થિતિ ઉભી ના થાય એ માટે થઈને આ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. જેને વિવિધ સંગઠનો દ્વારા આવકારવામાં આવ્યો છે.