પાલિતાણાઃ ભાવનગર જિલ્લાના પાલિતાણામાં આઠ દિવસમાં બે હિંદુ યુવતીને વિધર્મી યુવક ભગાડી જવા મામલે શહેરીજનોમાં આક્રોશ ફેલાયો હતો. આ ઘટનાઓના વિરોધમાં પાલિતાણામાં હિંદુ સંગઠનોએ બજારો સજ્જડ બંધ રાખ્યા હતા. આ મામલે હિંદુ સંગઠનોએ રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું હતું. વેપારીઓ પણ બજારો બંધ કરી વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.


હિંદુ સંગઠનના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી કે જો કોઈ કાર્યવાહી ન કરાઇ તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તો પાલિતાણા પોલીસનું કહેવું છે કે આ મામલે જાણવા જોગ ફરિયાદ દાખલ થઈ છે. આ બનાવમાં તથ્ય શું છે. તેને લઈ તપાસ ચાલું છે. આ ઘટનાના વિરોધમાં વેપારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને લવજેહાદને લઈને લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. જો આગામી દિવસમાં કોઈ નક્કર કાર્યવાહી નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ હિંદુ સંગઠનોએ ચિમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ પોલીસે જણાવ્યું કે આ કેસમાં હાલ તો જાણવા જોગ ફરિયાદ નોંધવામાં આવી છે, તેના આધારે તપાસ ચાલી રહી છે.


હાલોલ નગરપાલિકામાં તમામ કોર્પોરેટરોને નોટિસ


પંચમહાલની હાલોલ નગરપાલિકામાં 10 કરોડથી વધુની નાણાંકીય ગેરરીતિ થઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ મામલે હાલોલ નગરપાલિકાના તમામ કોર્પોરેટર અને અગાઉની ટર્મના નગર સેવકોને નોટિસ ફટકારાતા ચકચાર મચી ગઈ છે. હાલોલ નગર પાલિકામાં છેલ્લા 4 ટર્મથી ભાજપનું શાસન છે.


ચોંકાવનારી વાત તો એ છે ખુદ ભાજપના નગર સેવકે જ રિઝનલ મ્યુનિસિપલ કમિશનર અને વિજીલંસ કમિશનરને રજૂઆત કરી હતી અને પાલિકામાં વિકાસના કામોમાં નાણાકીય ગેરરીતિ અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. બાદમાં વિજિલન્સ કમિશનરે તપાસ હાથ ધરી હતી. નગર પાલિકામાં વર્ષ 2013થી 2020 સુધીમાં આશરે 13 કરોડના વિકાસના કામ કરાયા છે જેમાં નિયમોને નેવે મૂકી અને ટેંડર પ્રક્રિયા વિના જ વર્ક ઓર્ડર એજંસીને ઈશ્યું કરાયા હોવાનો પણ ખુલાસો થયો હતો.


હેલિકૉપ્ટર ક્રેશમાં ઇજાગ્રસ્ત થયેલા ગૃપ કેપ્ટન વરુણ સિંહનુ નિધન, સાત દિવસના સંઘર્ષ બાદ લીધો અંતિમ શ્વાસ


કોરોના સહાય મુદ્દે વિપક્ષનો પ્રહારઃ સરકાર કહે છે 10 હજાર મૃત્યુ થયા છે તો પછી 22 હજારને સહાય કેમ?


Surat: કોન્ટ્રાક્ટરની તીક્ષ્ણ હથિયારથી હત્યા, લાશ પાસેથી 5 કોન્ડોમ, તૂટેલી બંગડી ઉપરાંત બીજું શું શું મળ્યું ?


Zodiac Signs: આ રાશિના જાતકોની જોડી હોય છે ઝઘડાળુ, જાણો તમારી જોડી છે કે નહીં