અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસ(Coronavirus)નું સંક્રમણ સતત વધી રહ્યું છે.  કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે, જેને પગલે ગામડાઓ અને વેપારીઓ સ્વયંભૂ લોકડાઉન (Lockdown)તરફ આગળ વધી રહ્યાં છે. આજે ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ સંજય જોશીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યું કે આગામી એક મહિના સુધી સમગ્ર ગુજરાતના દરેક પાન-મસાલાના ગલ્લા માલિકો દ્વારા દર શનિવાર અને રવિવાર બે દિવસ સ્વયંભૂ બંધ પાળશે.


રાજકોટ શહેરમાં સતત વધતા કોરોના સંક્રમણને ધ્યાને રાખી શહેરમાં પાન એસોસિયેશન દ્વારા આગામી શનિ-રવિવાર એમ કુલ બે દિવસ માટે બંધ પાડી સ્વયંભૂ લોકડાઉન કરવા નિર્ણય કર્યો છે. જેમાં એસોસિએશન સાથે જોડાયેલ 1100 દુકાનદારો જોડાઇ બે દિવસ સ્વયંભૂ લોકડાઉનમાં જોડાશે. આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સ અને પેલેસ રોડના ખ્યાતનામ જ્વેલર્સ પણ શનિ-રવિ બંધ પાડી સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે. જ્યાં ચેમ્બર સાથે 28 થી 30 એસોસિએશન જોડાઈને તમામ વેપાર ઉદ્યોગ બંધ રાખશે.


રાજ્યમાં કોરોના કેસ (Corona cases) માં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે આ જીવલેણ વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 4541 નવા કેસ નોંધાયા જ્યારે વધુ 42નાં મૃત્યુ થયા છે. ગુજરાતમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. આજે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.  આ પહેલા ગઈકાલે 9 એપ્રિલે 4 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા. 
 


રાજ્યમાં આજે 2280 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 309626 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 2200ને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 22692 પર પહોંચ્યો છે. જેમાંથી 187 લોકો વેન્ટિલેટર પર અને 22505 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 91.87 ટકા છે. 


 


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?



આજે સુરત કોર્પોરેશનમાં 14, અમદાવાદ કોર્પોરેશનમાં 12,  રાજકોટ કોર્પોરેશન-3, વડોદરા કોર્પોરેશ-4, વડોદરા-2, ભાવનગર, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, રાજકોટ અને સુરતમાં 1-1 કેસ મળી કુલ 42 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4697 પર પહોંચી ગયો છે.


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?



અમદાવાદ કોર્પોરેશનમાં 1296 ,  સુરત કોર્પોરેશનમાં 891, રાજકોટ  કોર્પોરેશનમાં 340, વડોદરા કોર્પોરેશનમાં 256, સુરત 213, વડોદરા 141, જામનગર કોર્પોરેશન 123,  પાટણ 118, જામનગર-98,  મહેસાણા-91, બનાસકાંઠા-74, રાજકોટ-70, ભાવનગર કોર્પોરેશન-69, કચ્છ- 48, મહીસાગર-48, જુનાગઢ-46, ગાંધીનગર-45, જુનાગઢ કોર્પોરેશન-43,  ગાંધીનગર કોર્પોરેશન-41,  ખેડા-40, મોરબી-40, દાહોદ-37, પંચમહાલ-33, ભાવનગર-32, અમરેલી-30, આણંદ-30, નવસારીમાં 27, સાબરકાંઠા-25,  ભરુચ-23, વલસાડ-23, ગીર સોમનાથ-22, નર્મદા-22, નર્મદા-22, સુરેન્દ્રનગર-22, અમદાવાદમાં -20, દેવભૂમિ દ્વારકા-14, છોટાઉદેપુર-13 અને તાપીમાં 10 કેસ નોંધાયા હતા.