પંચમહાલ : આમ આદમી પાર્ટીના હોદ્દેદાર ગોધરાની એક શેરીમાં જાહેરમાં જુગાર રમતા ઝડપાયા હતા.બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલ સિંદુરી માતાના મંદિર પાસે કેટલાક ઇસમો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી ગોધરા એલસીબી પોલીસને મળી હતી જે માહિતીના આધારે સ્થળ પરથી નવ જેટલા જુગારીઓ જુગાર રમતા ઝડપાયા હતા.જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ વહેપારી સેલના સહ સંગઠન મંત્રી દયાલ આહુજા જુગાર રમતા ઝડપાયા હતા.
LCB પોલીસે આપના નેતા સહીત કુલ 9 જુગારીયાઓની ધરપકડ કરી તેમની પાસેથી રોકડ રકમ સહિત 30 હજારની મત્તા જપ્ત કરી હતી.પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.સમગ્ર મામલે આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ અજાણ હોવાનુ જણાવી રહ્યા છે.
Arvind Kejriwal in Gujarat: CM કેજરીવાલે અમદાવાદમાં રિક્ષા ચાલકના ઘરે લીધુ ભોજન, જુઓ તસવીરો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદમાં છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હોટલમાંથી ઓટો રિક્ષામાં બેસી ઓટો ચાલકના ઘરે જમવા પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલે રિક્ષા ચાલકના ઘરે ભોજન લીધુ હતું. મુખ્યમંત્રી કેજરીવાલની સાથે ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી અને ઈંદ્રનિલ રાજ્યગુરુ પણ હાજર રહ્યા હતા. રિક્ષા ચાલકના ઘરે જમ્યા બાદ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે વિક્રમભાઈ અને તેમના પરિવારે મને જમાડ્યો અને ખૂબ જ સારું જમવાનું હતું.
ઘાટલોડિયા વિસ્તારમાં દંતાણી નગરમાં રીક્ષા ચાલકના ઘરે તેની જ રીક્ષામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો એકઠા થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં લોકોની ભીડ બેકાબૂ બનતાં થોડીવાર માટે ઘર્ષણ થયું હતું.
મુખ્યમંત્રી કેજરીવાલ ઘાટલોડિયા વિસ્તારમાં રીક્ષાચાલક વિક્રમ દંતાણીના ઘરે જમ્યા હતા. તેઓ તાજ સ્કાયલાઈન હોટલથી વિક્રમ દંતાણીની રીક્ષામાં તેના ઘરે આવવા નીકળ્યા હતા. મુખ્યમંત્રી હોવાથી સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પોલીસ દ્વારા તેમને રીક્ષામાં ન જઈ શકે તેના માટે પોલીસે અટકાવ્યા હતા. પરંતુ બાદમાં પોલીસે તેમને રિક્ષામાં જવા દિધા હતા. અરવિંદ કેજરીવાલની સાથે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને ઈશુદાન ગઢવી રીક્ષામાં બેઠા હતા.