ગાંધીનગર:  ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. તેમણે આ અંગે પત્રકાર પરીષદમાં જાહેરાત કરી હતી. ત્યારે હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને પણ ચર્ચા તેજ થઈ છે. હવે ભાજપ કોને મુખ્યમંત્રીનો પદભાર સોંપે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે.  નેતા વિપક્ષ પરેશ ધાનાણી વિજય ભાઈ રુપાણીના રાજીનામા બાદ પોતાનું નિવેદન આપ્યું છે.

Continues below advertisement


પરેશ ધાનાણીએ કહ્યું,  ગુજરાતમાં કોરોનામાં નિષ્ફળતા મળતા વિજય રુપાણીનો ભોગ લેવાયો.  ગુજરાતમાં હવે કોમવાદ અને ભાગલાવાદ થવાની આશંકા
ગુજરાત સરકાર તાળી અને થાળીમાં વ્યસ્ત રહી હતી. 


નવા મુખ્યમંત્રી તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પરષોત્તમ રૂપાલા, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગોરધન ઝડફિયાનું નામ ચાલી રહ્યું છે.


આવતી કાલે ધારાસભ્ય દળની બેઠક મળશે. બેઠકમાં ધારાસભ્ય દળના નેતા નક્કી કરવામાં આવશે. ત્યારે હવે આવતી કાલે નવા મુખ્યમંત્રીનું નામ જાહેર થઈ જશે. નવા મુખ્યમંત્રી તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગોરધન ઝડફિયાનું નામ ચાલી રહ્યું છે.


વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે હવે મને જે જવાબદારી મળશે , તે હું કરીશ. હું ગુજરાતની જનતાનો પણ આભાર માનું છું. તમામ ચૂંટણીઓમાં ગુજરાતની જનતાનો ખૂબ સારો સાથ મળ્યો છે. તેમણે મંત્રી મંડળના સાથીઓ, વિધાનસભાના સાથીઓનો પણ આભાર માન્યો હતો.  રૂપાણીએ પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. મારી જેવા નાના કાર્યકરને મુખ્યમંત્રી જેવી મોટી જવાબદારી આપી. ગુજરાતના વિકાસની યાત્રામાં 5 વર્ષમાં મને જે અવસર મળ્યો તે માટે હું પ્રધાનમંત્રીનો આભાર છું. મેં મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપ્યું છે. 


ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંંત્રીની ગુજરાત મુલાકાત


ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ ગુજરાત આવ્યા છે. કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મહામંત્રીઓ સાથે કરી બેઠક કરી હતી. બી એલ સંતોષ રૂટિન સંગઠનાત્મક મિટીંગ માટે ગુજરાત આવ્યા છે.