ડાંગઃ નવો ટ્રાફિક કાયદો અમલમાં આવ્યો હોવા છતાં રાજ્યમાં અકસ્માતની ઘટનામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા બીઆરટીએસ અડફેટે બે સગાભાઈઓના મોત થયા હતા, જેની સ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં ગમખ્વાર અકસ્માતની બીજી મોટી ઘટના ડાંગમાં બની છે.



ડાંગ જિલ્લાના પૂર્વ પટી વિસ્તારમાં આવેલા હારપાડા નજીક પેસેન્જર ભરેલી જીપ પલટી ગઈ હતી. જેમાં 3નાં મોત થયા હતા અને 10થી વધારે ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સુબિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.



આ ઉપરાંત સુરતમાં બ્લૂ સીટી બસ દ્વારા અકસ્માતની વધુ એક ઘટના બની હતી. શહેરના અમરોલી વિસ્તારમાં GJ5 BX 3338 નંબરની બ્લૂ સીટિ બસે રાહદારી યુવકને અડફેટે લીધો હતો. ગંભીર રીતે ઘાયલ યુવકને સરકારી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યો છે.