પાટણઃ આજે મોડી સાંજે ચાણસ્માના કંબોઈ પાસે ઈક્કો ગાડીનું ટાયર ફાટતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળ પર જ મોત થયાં હતાં જ્યારે અન્ય 5 લોકો ઘાયલ થયા હતાં. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. લગ્ન પહેલાં પરિવારજનોના મોતથી હાલ સમગ્ર પંથકમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અબિયાણા ગામનો પરિવાર પોતાના દિકરાના લગ્નની તૈયારીઓ પુરી કરી ચુક્યો હતો. આ પહેલાં રિવાજ મુજબ અમદાવાદ ખાતે દીકરાની સગાઈની વિધિ પુરી કરીને પરિવાર પરત અબિયાણા આવી રહ્યો હતો. આ દરમિયાન ઈક્કો ગાડીમાં સવાર લોકો ચાણસ્માના કંબોઈ પાસે પહોંચ્યા ત્યારે અચાનક ગાડીનું ટાયર ફાટતાં ઈક્કો ગાડી પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકોનાં ઘટનાસ્થળ પર જ મોત થયા હતાં. જ્યારે ગાડીમાં સવાર અન્ય 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ મૃતકો અબિયાણા ગામના હતા. એક મૃતક વ્યક્તિના પુત્રના લગ્ન લેવાના હતા અને અબિયામા ગામે લગ્નનો મંડપ પણ બંધાઈ ગયો હોવાનું ગામના સરપંચે જણાવ્યું હતું. 23 એપ્રિલ અને શનિવારના રોજ આ લગ્ન થવાના હતા. ત્યારે આ પરિવાર આભ તુટી પડ્યું છે. ચાણસ્મા પોલીસે હાલ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે.
AMRELI : પીપાવાવ લોજીકપાર્ક નજીકની ઘટના, વીજળી પડતા માછીમારનું મોત
Amreli : હવામાન દ્વારા સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમરેલીમાં વીજળી પાડવાની ઘટના બની છે, અને આ ઘટનામાં એક માછીમારનું મોત થયું છે. વીજળી પડવાની આ ઘટના પીપાવાવ લોજીકપાર્ક નજીક પાણીની ખાડીમાં પડી હતી. વીજળી પડવા સમયે 35 વર્ષીય મજૂર માછીમારી કરતો હતો. તે દરમિયાન તેના પર વીજળી પડતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ માછીમારના મૃતદેહને રાજુલા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભર ઉનાળે પીપાવાવ દરિયાઈ કાંઠે વીજળી પડવાની ઘટના બની છે.