પાટણના હારીજના પૂર્વ ધારાસભ્યનું કોરોનાના કારણે નિધન થયું છે. તેઓ અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે સોશિયમ મીડિયા દ્રારા આપી માહિતી


કોરોનાની બીજી લહેરે દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. બીજી લહેરમાં મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. આ દરમિયાન ભાજપના નેતા ભાવસિંહ રાઠોડે પણ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. તેઓ એક સમયે પાટણના હારીજના ધારાસભ્ય હતા. આ પહેલા તેઓ અપક્ષ તરીકે ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા.


પાટણના હારીજના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડને કોરોનાના શંકાસ્પદ લક્ષણો હતા. કોરોના લક્ષણો જણાતા તેમને તેમની તબિયત વધુ ખરાબ થતાં તેમને અમદાવાની ખાનગી કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ તેમનું નિધન થયું છે. તેમણે અંતિમ શ્વાસ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લીધા. ભાવસિંહ રાઠોડના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે તેમના વતન લાવવામાં આવશે.


પાટણના હારીજના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડનું નિધન થતાં પાટણ ના પૂર્વ સાાંસદ જગદિશ ઠાકોરે પોસ્ટ કરી આ મુદ્દે જાણકારી આપી હતી. હોસ્પિટલ સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ તેમને કોરોના શકાસ્પદ લક્ષણો હતા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે ભાજપના નેતા ભાવસિંહ રાઠોડના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે તેમના વતન લવાશે. રાજ્યમાં કોરોનાના કેસની વાત કરીએ તો હાલ ગુજરાતના કોરોનાના કેસમાં ઘટાડો થયો છે અને ડિસ્ચાર્જ થતાં દર્દીઓની સંખ્યામાં વધારો છે.


રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ


રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે 14,737 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 119 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8273 પર પહોચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 5,18,234 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 77.36   ટકા છે.  


રાજ્યમાં આજે 14737 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,18,234 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,43,421 પર પહોંચ્યો છે. જેમાંથી 782 લોકો વેન્ટિલેટર પર અને 518234 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 77.36   ટકા છે.