પાટણ: આજે તલાટી કમ મંત્રીની 3,437 ખાલી જગ્યા માટે પરીક્ષા લેવાઇ રહી છે. જેની સામે 9 લાખથી પણ વધુ પરીક્ષાર્થી મેદાને છે. પરીક્ષામાં કોઇ ગેરરિતી ન થાય અનુ સુવ્યવસ્થા સાથે પરીક્ષા શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તંત્ર કમર કસી રહ્યું છે. પોલીસ વિભાગ પણ આ માટે સજ્જ છે. સુરક્ષા સાથે પોલીસ પરીક્ષાર્થીઓને મદદ પણ કરી રહ્યાં છે


પાટણમાં પોલીસની પ્રસંશનિય કામગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં ગાંધીનગરથી પાટણ આવેલી વિદ્યાર્થિની ડોક્યુમેન્ટ ભૂલી ગઇ હતી. જેને તાબડતોબ ડોક્યુમેન્ટ અપાવીને પાટણ પોલીસે કાબિલે તારિફ કાર્ય કર્યું છે.


સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગાંઘીનગરથી પાટણમાં તલાટીની પરીક્ષા આપવા આવેલ કોમલ નામની વિદ્યાર્થીની પોતાના ડોક્યુમેન્ટ ભુલી ગઇ હતી. એમ. એન. હાઈસ્કૂલ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતા સમયે ડોક્યુમેન્ટ ન મળતા તે ગભરાઇ ગઇ હતી જો કે આ સમયે પાટણ પોલીસ તેની વ્હારે આવી હતી અને વિદ્યાર્થીનીને મદદ કરી હતી.
પરીક્ષાર્થીની પોતાના આધાર પુરાવાની જગ્યાએ ભૂલથી પોતાના પતિના ડોક્યુમેન્ટ આવી ગયા હતા. પોલીસને જાણ થતાં વિદ્યાર્થીની નું ભવિસ્યન બગડે તે માટે સત્વરે પોલીસ ગાડીમાં લઇ ગઇ હતી અને ત્વરિત સાયબર કાફે માંથી મોંબાઇલ માંથી ઑટીપી મેળવી નવું આધાર કાર્ડ કઢાવી આપ્યું હતું. પોલીસની આ તત્પરતાને કારણે  વિદ્યાર્થિની ડોક્યુમેન્ટ ભૂલી ગઇ હોવા છતાં પણ પરીક્ષા આપી શકશે.