પાટણ યુનિવર્સિટી (Patan university)માર્કશીટ કૌભાંડ(Marksheet scam)ને લઈને તપાસ હાથ ધરાઈ છે. પંકજ કુમારને તપાસ સોંપાઇ છે. આ પહેલા નાગરાજનને તપાસ સોંપાઇ હતી. આ મામલે ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે કોઇને છાવરવાના નથી અને કઇ છુપાવવાનું નથી. સીએમ રૂપાણીએ આ વાત ગંભીરતાથી લીધી છે. દોષિતો સામે કાયદા અનુસાર પગલા લેવાશે. તેમણે વધુમાં કહ્યું કે શક્ય એટલા વહેલા કથિત ગેરરીતિની તપાસ કરશે અને જે દોષિત હશે તેને કાયદા મુજબ અને દાખલરૂપ એવી કાર્યવાહી કરવામાં આવશે.
શું છે મામલો?
HNGUના કુલપતિનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. કુલપતિ ડો.જે.જે.વોરાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જ્યારે ડો.જે.જે.વોરા કેમેસ્ટ્રી વિભાગના વડા હતા ત્યારે કૌભાંડ આચર્યું હતું. અને ખોટા બિલ રજૂ કરી લાખો રૂપિયાની ઉચાપત કરી હતી. જેના પુરાવા પણ સામે આવ્યા છે. વિદ્યાર્થીઓની સ્કોલરશીપમાં ઉચાપત કરી હોવાનો આક્ષેપ કરાયો છે. અને રિ-ટેસ્ટ પરીક્ષાના નામે પણ નાણા ઉઘરાવ્યા હતા. જેમાં તપાસ રિપોર્ટમાં જે.જે.વોરાની સંડોવણી સામે આવી હતી. અને જે.જે.વોરાએ તપાસ સમિતિના રેકોર્ડમાં પણ ચેડા કર્યા હતા.
પાટણ યુનિવર્સિટીમાં માર્કશીટમાં કૌભાંડ મામલે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે યુનિવર્સિટીમાં થયેલા ઉત્તરવહી બદલવાના કૌભાંડ મામલે આજ સાંજ સુધીમાં મોટો નિર્ણય આવી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાટણ યુનિવર્સિટીના કુલપતિ હટાવવાની તૈયારીઓ તેજ થઈ. જે.જે.વોરાને રજા પર ઊતારીને અન્યને ચાર્જ અપાઈ શકે છે.