Kajal Hindustani Controversy: પાટીદારો મુદ્દે વિપુલ ચૌધરી બાદ કાજલ હિન્દુસ્તાનીના એક નિવેદનથી વિવાદ સર્જાયો છે. સામાજીક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીએ પાટીદારની દિકરીઓ વિધર્મીઓ સાથે સંબંધ બનાવતી હોવાના આરોપ લગાવ્યા છે. કાજલ હિન્દુસ્તાનીના આ વાયરલ વીડિયોથી પાટીદાર સમાજમાં વિરોધના સુર ઉઠ્યો છે. કાજલ હિન્દુસ્તાનીનો વિડીયો વાયરલ થયા બાદ મનોજ પનારા સહિતના આગેવાનોએ ફરીયાદ નોંધાવવાની તૈયારી કરી છે. મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જશે. મનોજ પનારાએ જણાવ્યું કે, કાજલ હિન્દુસ્તાનીનું નિવેદન પાયાવિહોણું છે. કાજલ હિન્દુસ્તાની માફી માગે, કાજલ હિન્દુસ્તાની ભાષાની મર્યાદા રાખે.


કોણ છે કાજલ હિન્દુસ્તાની?


કાજલ હિન્દુસ્તાનીના ટ્વિટર બાયો અનુસાર, તેણી પોતાને એક ઉદ્યોગસાહસિક, સામાજિક કાર્યકર્તા, સંશોધન વિશ્લેષક, રાષ્ટ્રવાદી અને "ગૌરવપૂર્ણ ભારતીય" તરીકે વર્ણવે છે. ટ્વિટર પર તેના 92,000 ફોલોઅર્સ છે.


તે જામનગર, ગુજરાતની રહેવાસી છે. કાજલ હિન્દુસ્તાની અવારનવાર હિન્દુ સંગઠનોના કાર્યક્રમોમાં જોવા મળે છે. તે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યક્રમોમાં ભાગ લેતી રહે છે. સોશિયલ મીડિયા પર તે ધર્માંતરણ અને હિંદુત્વના મુદ્દે પોતાનો અવાજ ઉઠાવે છે.


કાજલ હિન્દુસ્તાનીનું પહેલાનું નામ કાજલ શિંગલા હતું અને તે પોતાને 'ગુજરાતની સિંહણ' કહે છે. તેણી કહે છે કે તે હંમેશા રાષ્ટ્રવાદી વિચારોને વળગી રહે છે અને તેથી જ તેણે કાજલ જયહિંદના નામે તેનું ટ્વિટર એકાઉન્ટ પણ બનાવ્યું છે.


કાજલ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા આયોજિત અનેક ટીવી ડિબેટ અને ઈવેન્ટ્સમાં નિયમિતપણે ભાગ લેતી જોવા મળે છે. તે હંમેશા ભારતીય સંસ્કૃતિ અને ધર્મો વિશે જાગૃતિ ફેલાવવાની વાત કરતી જોવા મળે છે.


તમને જણાવી દઈએ કે પીએમ મોદી, બીજેપી નેતા તેજિંદર બગ્ગા, કપિલ મિશ્રા વગેરે પણ કાજલને ટ્વિટર પર ફોલો કરે છે.


કાજલ હિન્દુસ્તાનીની પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. તે હિંદુ હિતો વિશે પોતાનો અવાજ ઉઠાવે છે. તેણી હંમેશા પોતાના નિવેદનો અને પોસ્ટ દ્વારા લઘુમતી સમુદાયને નિશાન બનાવે છે. જ્યારથી તેની ધરપકડના સમાચાર સામે આવ્યા હતા ત્યારથી તેમના સમર્થકો સોશિયલ મીડિયા પર તેમની જલ્દીથી મુક્તિની માંગ કરી રહ્યા છે.