Pavagadh: ગુજરાતમાં વરસાદી આફત આવી છે, ઠેર ઠેર વરસાદ કહેર વર્તાવી રહ્યો છે, તબાહી દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે આ બધાની વચ્ચે યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢમાંથી શ્રદ્ધા ભરેલો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક શ્રદ્ધાળુની ભારે વરસાદની વચ્ચે પણ શ્રદ્ધા અડીખમ છે. જુઓ શું છે વીડિયોમાં.... 



ખરેખરમાં, હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે યાત્રાધામ પાવાગઢનો છે, આ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, એક માંઇભક્ત ચાલુ વરસાદે પાવાગઢના પગથિયા ચઢી રહ્યો છે, અને આ દરમિયાન તે પગથિયા પર માનેલી માનતા પ્રમાણે દરેક પગથિયે કંકુના ચાંદલા કરી રહ્યો છે. ડુંગર પરથી પાણીનો ધસમસતો પ્રવાહ સામે આવી રહ્યો હોવા છતાં ભક્તની માતાજી પ્રત્યેની શ્રદ્ધા સહેજ પણ નથી ડગતી..... 


આગામી 24 કલાક 5 જિલ્લા માટે ભારે, જૂનાગઢ, અમરેલી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી


હવામાન વિભાગના અનુમાન મુજબ હાલ 2 વરસાદી સિસ્ટમ શ્યોર અને સાઈસર  સક્રિય છે, જેના પગલે 2 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે. આગામી 24 કલાક 5 જિલ્લા માટે ભારે છે. જૂનાગઢ, અમરેલી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી મેઘમહેર છે.   અમદાવાદમાં પણ આજે સામાન્યથી ભારે વરસાદનો અનુમાન છે. આગામી 2 દિવસ રાજ્યમાં પવનની ગતિ 30 કિમી આસપાસ રહ્શે. અતિભારે વરસાદના અનુમાનના પગલે આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં 3 જુલાઈથી વરસાદનું જોર ઘટશે. ગુજરાત માટે આગામી 24 કલાક ભારે રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. અમરેલી, જૂનાગઢ,નવસારી, વલસાડ, દમણ,સુરતમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


જૂનાગઢ જિલ્લામાં જળબંબાકાર


જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આજે સતત બીજા દિવસે પણ મેઘ મહેર યથાવત છે. વિસાવદર તાલુકાના મોણીયા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. મોણીયા ગામને સડક સાથે જોડતા માર્ગ ઉપર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો. જૂનાગઢ શહેરમાંથી પસાર થતી સોનરખ નદી ભારે વરસાદના કારણે બે કાંઠે થઈ છે. ગિરનાર પર્વત પરના વરસાદથી સોનરખ નદીમાં પાણીની આવક થઈ છે.  સોનરખ નદી બે કાંઠે થતા અનેક ગામડાઓ એલર્ટ પર છે.  ઉપરવાસમાં સારા વરસાદના કારણે આઠ ડેમ ઓવરફ્લો થતાં જૂનાગઢ જિલ્લાના 41 ગામ એલર્ટ પર છે. જૂનાગઢના ભેસાણ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  2 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.  ઉપરવાસમાં ભારે વરસાદથી ભેસાણમાં જનજીવન પ્રભાવિત થયું છે. અનેક ખેતરો બેટમાં ફેરવાયા છે.  નદી-નાળાઓમાં પાણીની ભારે આવક થઈ છે.  


 


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial