બોટાદના ગઢડામાં  ધોધમાર વરસાદે જનજીવને પ્રભાવિત કર્યું છે. ઢસા તાબેના મોટા ઉમરડા પાસે બાઈક સાથે એક વ્યક્તિ પાણીના પ્રવાહમાં તણાયો. રેસ્ક્ય માટે  સ્થાનિક લોકોએ અને ફાયર વિભાગે કવાયત હાથ ધરી હતી.


બોટાદના બરવાળામાં ધોધમાર વરસાદના કારણે  બરવાળાના કુંડળ દરવાજા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા રાહદારી અને વાહન ચાલકોની પરેશાની વધી છે.  સતવારા શેરી વિસ્તારમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે. કેટલાક ઘરોમાં પણ વરસાદી પાણી ઘુસી જતાં ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. સ્થાનિકો  વહેલી તકે પાણીના  નિકાલ માટે મદદની માંગણી કરી રહ્યાં છે. 


આગામી 24 કલાક ગુજરાત માટે ભારે, આ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી


હવામાન વિભાગની આગાહી, આજે અને આવતી કાલે માટે ભારેથી અતિભારે વરસાદનો અનુમાન વ્યક્તકર્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદનો અનુમાન છે.


હવામાન વિભાગના તાજા અપડેટસ મુજબ ગુજરાત માટે આગામી 24 કલાક હજુ પણ ભારે રેહશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ ભારે વરસાદનો અનુમાન છે.આ બંને ઝોન સિવાય  આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રેહશે.


આ 2 જિલ્લામાં અતિ ભારે વરસાદનો અનુમાન


હવામાન વિભાગે સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. અમરેલી અને  જૂનાગઢમાં આગામી 24 કલાકમાં અતિ ભારે વરસાદનો અનુમાન છે. ,નવસારી, વલસાડ, દમણ,સુરતમાં રણ અતિભારે વરસાદનો અનુમાન છે.







અમદાવાદમાં ભારે વરસાદના કારણે પડ્યો મોટો ખાડો


અમદાવાદના જમાલપુરની કાચની મસ્જિદ પાસે રોડ  મહાકાય ભુવો પડ્યો છે જેમાં આખે આખી કાર ગરકાવ થઈ જાય. 15 ફૂટનો ભુવો પડતા રસ્તો બંધ કરવાની  ફરજ પડી છે. ભૂવાના પગલે એક તરફના રસ્તાના વાહન વ્યવહારને પણ ભારે અસર પડી છે. ભુવા પાસે આવેલી દુકાન માલિકોની ચિંતા પણ વધી છે. કોઇ દુર્ઘટના ન થાય માટે  AMC ભુવાને કોર્ડન  કર્યો છે.


અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ બાદ અનેક ઠેકાણે પાણી  ભરાયા  છે. .ચંગોદર વિસ્તારમાં હજુ પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા હોવાથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. વરસાદી પાણી દુકાનોમાં ઘૂસી જતા વેપારીઓને ભારે નુકસાન થયું છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે લોકોને  હાલાકી પડે છે.


અમદાવાદના મીઠાખળી અન્ડરપાસમાં RCCની દીવાલ બનાવવાની કામગીરી મંદ ગતિએ ચાલતી હોવાથી લોકોને એમ પણ પરેશાન છે. અન્ડરપાસનો એક તરફનો રૂટ બંધ હોવાથી વરસાદના સમયે વાહન ચાલકો પરેશાન થયા હતા અંડરપાસમાં પાણી ભરાવાથી લો ગાર્ડનથી મીઠાખળી જવાનો માર્ગ બંધ થતા લોકો  હાલાકી ભોગવી રહ્યાં છે