નવી દિલ્હીઃ

   કોરોના વાયરસના કહેર વચ્ચે દેશમાં 18 અને એનાથી વધુ ઉંમરના લોકોનું વેક્સિનેશન 1 મેથી શરૂ થવાનું છે. એના માટેનું રજિસ્ટ્રેશન  કોવિન (http://cowin.gov.in),આરોગ્ય સેતુ અને ઉમંગ પર શરુ થઈ ગયું છે. રજિસ્ટ્રેશ આ 28 એપ્રિલથી સાંજે 4 વાગ્યાથી શરૂ થયું હતું. પરંતુ 4 વાગતાં જ કોવિન પોર્ટલ પર હેવી ટ્રાફિકના કારણે વેબસાઈટ ડાઉન થઈ ગઈ હતી અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.


વેબસાઈટ અને એપમાં મુશ્કેલીની ફરિયાદ બાદ આરોગ્ય સેતુએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, કોવિન પોર્ટલ હવે કામ કરી રહ્યું છે. સાંજે ચાર વાગ્યે સામાન્ય ખામી સર્જાઈ હતી. 18 વર્ષથી વધુ ઉંમરના લોકો રજિસ્ટ્રેશન કરાવી શકે છે.


રસીકરણ માટે પ્રથમ દિવસે દેશમાં 1.32 કરોડ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પરંતુ જે લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેમને હાલમાં અપોઈન્ટમેન્ટ નથી મળી રહી. એટલે કે તે તેમને હાલમાં રસીકરણની તારીખ અને ટીમ સ્લોટ વિશે કોઈ જાણકારી નથી મળી.


ગુજરાતમાં પણ અનેક લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જોકે ગુજરાતમાં 18થી વધારે વર્ષના લોકોને રસી ક્યારે મળશે તેને લઈને ગુજરાત સરાકરે મોટો ખુલાસો કર્યો છે. ગઈકાલે ગુજરાત સરાકરે કોરોના આંકડાની સાથે માહિતી આપતા કહ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા 25 એપ્રિલ, 2021ના રોજ સીરમ ઇન્સ્ટિટ્યૂટ, પુનાની કોવિશિલ્ડના 1 કરોડ ડોઝ અને ભારત બાયોટેક, હૈદ્રાબાદની કોવેક્સિનના 50 લાખ ડોઝ માટે ઓર્ડર આપવામાં આવ્યા છે. આ રસી મળ્યા બાદ ગુજરાતમાં રસીકરણી કામગીરી શરૂ કરવામાં આવશે. 18થી 45 વર્ષના વય જૂથના લાભાર્થીઓને તમામ સરકારી રસીકરણ કેન્દ્રો પર રસી ફ્રી આપવામાં આવશે. કોઈપણ ખાનગી હોસ્પિટલને 1લી મે 2021થી રાજ્ય અથવા કેન્દ્ર સરકાર તરફથી કોઈ પણ પ્રકારની કોવિડ-19 રસી પૂરી પાડવામાં આવશે નહીં.


આમ રાજ્ય સરાકરે રસીના જે ઓર્ડર આપ્યા છે તે રસી ઉત્પાદક કંપની દ્વારા રાજ્ય સરાકરને રસીનો પૂરતો સ્ટોક આપવામાં આવશે ત્યાર બાદ એપોઈન્ટમેન્ટ પદ્ધતિથી જ રસીકરણની કામગીરી શરૂ કરાશે.


કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 95,64,559 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 21,93,303 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,17,57,862 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.