અમરેલી: અમરેલી જિલ્લાના મિતિયાળા ગામ નજીક ભૂકંપના આંચકાઓ વધતા લોકોમાં ભયનો માહોલ છે. જો કે સિસમોલોજી વિભાગનું કહેવું છે કે, નાના નાના આંચકા આવી જાય છે તે સારું છે. જેથી મોટા આંચકા આવવાની સંભાવના ઘટી જાય છે. રાજુલાના મિતિયાળા ગામ આસપાસ સતત ભૂકંપના ઝટકાની શરૂઆત 2021થી થઈ છે. વર્ષ 2021માં મિતિયાળા આસપાસ 80 જેટલા અને વર્ષ 2022માં 225 જેટલા ભૂકંપના આંચકા આવી ચૂક્યા છે.
ભૂકંપના આંચકા પાછળનું કારણ આપતા કહ્યુ કે ગામ પાસેના ખડકોમા લગભગ 25 કિલોમીટર નીચે પ્લુટોનિક બોડીમાંથી અલગ પ્રકારના ગેસ નિકળે છે. જેના કારણે સ્ટ્રેઇન એનર્જી ખડકોમા રિલીઝ થાય છે. આવી એનર્જી વધી જાય ત્યારે ખડકો તૂટે છે અને આંચકા આવે છે.
કર્ણાટકે નવા વર્ષની ઉજવણીને લઈ જાહેર કરી ગાઈડલાઈન, જાણો ક્યાં ફરજિયાત કરાયું માસ્ક
કોરોના વાયરસે ફરી એકવાર લોકોને ડરાવવાનું શરૂ કર્યું છે. ચીનમાં બગડતી પરિસ્થિતિને જોતા કેન્દ્ર સરકારે રાજ્યોને સતર્ક રહેવાના નિર્દેશ આપ્યા છે. આ પછી કર્ણાટક સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. કોરોના સંકટ વચ્ચે કર્ણાટક સરકારે નવા વર્ષની ઉજવણીને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે.
કર્ણાટક સરકારે ગુરુવારે (22 ડિસેમ્બર) બંધ સ્થળોએ ફેસ માસ્ક ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ રવિવારે (25 ડિસેમ્બર) કોરોનાને લઈને ટૂંક સમયમાં નવી માર્ગદર્શિકા જારી કરવાની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, "કેન્દ્ર તરફથી કોરોના રોગચાળાના ખતરાને લઈને ઘણી માર્ગદર્શિકા આવી છે. રાજ્ય સરકાર પણ તેના તરફથી જરૂરી પગલાં લેવા જઈ રહી છે. આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી કે સુધાકર 26 ડિસેમ્બરે નવી માર્ગદર્શિકા બહાર પાડશે."