અમદાવાદઃ U.S.માં ઘૂસણખોરી કરવા જતાં ચાર ગુજરાતીઓનાં ઠંડીમાં જીતી જવાથી મોત થયાની ઘટના ગાજી રહી છે.  કેનેડા-યુએસ બોર્ડર પર ચાર ભારતીયનાં બરફના તોફાનમાં માઇન્સ 35 ડીગ્રી ઠંડીને કારણે થીજી જતાં મોત થયાં એ ઘટના ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બની છે.


ગુજરાતીઓ ગમે તે રીતે વિદેશ જવાની લાલચમાં ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં જીવ ગુમાવે છે તેની ટીકા પણ થઈ રહી છે ત્યારે ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ પાટીદાર નેતા નીતિન પટેલે ચોંકાવનારું નિવેદન કર્યું છે.


નીતિન પટેલે કહ્યું કે, આપણે ત્યાં ગમે તેટલી  મહેનત કરવા છતા પણ યોગ્ય તક ન મળતા લોકો વિદેશ જાય છે. તક ન મળતી હોવાથી લોકો મોટા ખર્ચા ઓ કરી, જીવના જોખમે વિદેશ જાય છે. દેશમાં મહેનત કર્યા બાદ પણ સ્થાન ન મળતા લોકો જોખમ લઇને વિદેશ જાય છે. દેશમાં નોકરી, ધંધા મર્યાદિત હોવાથી લોકો વિદેશમાં જાય છે.


નીતિન પટેલે કહ્યું કે, આપણે ત્યાં લોકોને પૂરતી તકો મળતી નથી તેથી ગમે તે રીતે વિદેશ જવા માટે પ્રયત્ન કરે છે તેમાં ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં કેનેડામાં બની એ પ્રકારની ઘટના બને છે. નીતિન પટેલે આડકતરી રીતે ભાજપના શાસન પર દોષનો ટોપલો ઢોળ્યો છે કેમ કે ગુજરાતમાં છેલ્લાં પચીસ વર્ષથી ભાજપનું શાસન છે અને કેન્દ્રમાં પણ છેલ્લાં સાત વરસથી ભાજપની સરકાર છે.


કેનેડામાં કલોલનો પટેલ પરિવાર લાપતા થવાને લઇને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું. આ મુદ્દે કોંગ્રસે ટીપ્પણી કરી છે કે, નીતિવ પટેલે ડાતે ણે દેશમાં યોગ્ય તક ન હોવાથી લોકો વિદેશ જતા હોવાની વાતનો સ્વીકાર કર્યો તેના પરથી જ ભાજપ શાસનની નિષ્ફળતા છતી થઈ ગઈ છે. 


કેનેડામાં જીવ ગુમાવનારા  ચારેય ગુજરાતી હોવાની હાલમાં ચર્ચા છે.