દાહોદની સરહદે આવેલ પેટ્રોલ પંપપર મદય પ્રદેશ થી 25 થી 30 કિલોમીટર નું અંતર કાપી મધ્ય પ્રદેશના વાહન ચાલકો ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ લેવા આવે છે. મધ્ય પ્રદેશના પેટ્રોલ પંપ સુમસાન બની ગયા છે.


એક તરફ દેશ ભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલ દાહોદથી 30 કિલોમીટરમાં આવેલ મધ્ય પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો હોઈ ગુજરાત રાજ્યના સરહદી વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલ અને ડીઝલનો ઉપાડ વધી ગયો છે.

આ પાછળનું કારણ એ છે કે, ગુજરાતના દાહોદ કરતાં મધ્ય પ્રદેશના ઝાબુઆ અને અલીરાજપુરમાં પેટ્રોલ 10થી 12 રૂપિયા મોંઘુ છે અને ડીઝલના પણ 2થી3 રૂપિયા વધુ ચુકવવા પડી રહ્યા છે. ભાવમાં વિસંગતતાને કારણે મદયપ્રદેશના પીટોલ ઝાબુઆ અને અલીરાજપુર જિલ્લામાં સરહદ ઉપર આવેલા પેટ્રોલ પંપો ઉપર વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેની સામે ગુજરાતની હદમાં સરહદે આવેલા પેટ્રોલ પંપો ઉપર એકાએક જ વેચાણ વધી ગયું છે.

ડીઝલ પર 2 થી 3 અને પેટ્રોલ ઉપર લીટરે 10 રૂપિયા બચાવવા માટે મધ્ય પ્રદેશના પીટોલ, ઝાબુઆ વિસ્તારના લોકો 30 કિમી દૂર દાહોદના જાલત હિમાલા, બોરડી તેમજ 15 કિલોમીટરમાં ગરબાડા સુધી લાંબા થઇ રહ્યા છે. મધ્ય પ્રદેશની હદમાં આવેલા પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ 99.43 અને ડિઝલ 90.00 રૂપિયાના ભાવે છે. તેની સામે ગુજરાતની હદના પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ 88.72 રૂપિયા અને ડિઝલ ના 87.97 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. આમ પણ મધ્ય પ્રદેશના સરહદી વિસ્તારોના પંપો કરતાં ગુજરાતના દાહોદ- પેટ્રોલ 10 રૂપિયા અને ડિઝલ 2થી 3 રૂપિયા સસ્તુ વેચાય છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ફરક હોવાના કારણે આસપાસના ગામોના બાઈક-જીપ-ટ્રક સહીતના વાહન ચાલકો ગુજરાત ના પેટ્રોલ પંપ પર પેટ્રોલ લેતા જોવા મળે છે ત્યારે કેટલાક લોકો વેચાણ માટે પણ પેટ્રોલ લઇ જતા હોય છે. તે સિવાય અલીરાજપુર જિલ્લા મધ્યપ્રદેશ ના અનેક ગામો અને શહેરના લોકો પણ અવારનવાર ગુજરાતમાં આવતા હોય છે તેઓ પણ ભાવના કારણે ગુજરાતના ગરબાડા માંથી પેટ્રોલ લેતા હોય છે.

એમ પીના વાહન ચાલકો પેટ્રોલ-ડીઝલ ગુજરાતમાંથી લેતા હોવાનો તેની સીધી અસર મધ્યપ્રદેશના પેટ્રોલ પંપ પર પડી રહી છે અને પેટ્રોલ પંપ સુમસાન જોવા મળી રહ્યા છે. મધ્ય પ્રદેશના પેટ્રોલ પંપના સંચાલકો ના મતે તેના ધંધા માં 75 ટકાની મંદી જોવા મળી છે. જેના કારણે પહેલા 10 કર્મચારીઓ કામ કરતા હતા પણ હવે 4 ઘટાડી 6 થી કામ લેવા માં આવી રહ્યું છે.