Gujarat Assembly Election 2022: વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવાર પસંદગી પૂર્ણ થતાની સાથે જ કોંગ્રેસમાં કકળાટ શરુ થયો છે. એક તરફ ગુજરાત કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેને જ કોંગ્રેસ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન હિતેન્દ્ર પીઠડીયાએ કોંગ્રેસની કરણી અને કથની અલગ ગણાવી છે. ટ્વીટના માધ્યમથી હિતેન્દ્ર પીઠડીયાએ કોંગ્રેસના નેતાઓ સામે સવાલ ઉઠાવ્યા છે. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં એકપણ વાલ્મિકીને ટિકિટ આપવામાં આવી નથી તેવું પીઠડીયાએ જણાવ્યું.
આ ઉપરાંત પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. પેટલાદ બેઠક પરથી ટિકિટ ના મળતા કોંગ્રેસ છોડી દીધી છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરને રાજીનામાનો પત્ર મોકલ્યો છે. નિરંજન પટેલે પોતાના માટે અને પોતાના પુત્ર માટે ટિકિટ માગી હતી. જે માંગણી પુરી ન થતા તેમણે હાથનો સાથ છોડી દીધી છે. ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ કોંગ્રેસના અનેક કાર્યકરોમાં નારાજગી સામે આવી રહી છે.
કોગ્રેસે વધુ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી
ગાંધીનગરઃ કોગ્રેસે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે વધુ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોગ્રેસે પાંચ વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી હતી. પેટલાદ, બાયડ, ધંધુકા, બેચરાજી, દાહોદ બેઠક પર કોગ્રેસના સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. બાયડ બેઠક પર કોગ્રેસના ધારાસભ્ય જસુભાઇ પટેલનુ પત્તુ કાપવામાં આવ્યું છે. બેચરાજી બેઠક પરથી ધારાસભ્ય ભરતજી ઠાકોર. ધંધુકાથી રાજેશ ગોહિલની પણ ટિકિટ કાપવામાં આવી હતી. પેટલાદથી કોગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલની ટિકિટ કાપવામાં આવી છે. ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહને ટિકિટ આપવામાં આવી છે.
કોંગ્રેસે નવી યાદી કરી જાહેર
- પાલનપુરથી મહેશ પટેલ
- દિયોદરથી શિવભાઇ ભૂરિયા
- કાંકરેજથી અમૃતભાઇ ઠાકોર
- ઊંઝાથી અરવિંદ પટેલ
- વિસનગરથી કિરીટ પટેલ
- બેચરાજીથી ભોપાજી ઠાકોર
- મહેસાણાથી પી.કે.પટેલ
- ભિલોડાથી રાજુ પારઘી
- બાયડથી મહેન્દ્રસિંહ વાઘેલા
- પ્રાંતિજથી બહેચરસિંહ રાઠોડ
- દહેગામથી વખતસિંહ ચૌહાણ
- ગાંધીનગર ઉત્તરથી વિરેન્દ્રસિંહ વાઘેલા
- વિરમગામથી લાખાભાઇ ભરવાડ
- સાણંદથી રમેશ કોળી
- નારણપુરાથી સોનલબેન
- મણિનગરથી સી.એમ.રાજપૂત
- અસારવાથી વિપુલ પરમાર
- ધોળકાથી અશ્વિન રાઠોડ
- ધંધુકાથી હરપાલસિંહ ચુડાસમા
ખંભાતથી ચિરાગ પટેલ
પેટલાદથી ડૉક્ટર પ્રકાશ પરમાર
માતરથી સંજયભાઇ પટેલ
મહેમદાબાદથી જુવાનસિંહ ગદાભાઇ
ઠાસરાથી ક્રાંતિભાઇ પરમાર
કપડવંજથી કલાભાઇ ડાભી
બાલાસિનોરથી અજિતસિંહ ચૌહાણ
લુણાવાડાથી ગુલાબસિંહ
સંતરામપુરથી ગેંડાલભાઇ મોતીભાઇ
શહેરાથી ખાતુભાઇ પગી
ગોધરાથી રશ્મિતાબેન ચૌહાણ
કાલોલથી પ્રભાતસિંહ ચૌહાણ
હાલોલથી રાજેન્દ્ર પટેલ
દાહોદથી અરશદભાઇ નિનામા
સાવલીથી કુલદીપસિંહ રાઉલજી
વડોદરા શહેરથી ગુણવંતરાય પરમાર
પાદરાથી જશપાલસિંહ પઢિયાર
કરજણથી પ્રિતેશ પટેલ