નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી હતી કે કોરોનાના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં દેશના અને રાજ્યના મોટાભાગના વ્યવસાયો બંધ હતા. જેને કારણે રાજ્યમાં પણ વેટની આવકમાં ઘટાડો થયો હતો. ઉદ્યોગ અને વેપારમાંથી મળતી જીએસટીની આવક અને પેટ્રોલ પરની આવક વાહનવ્યવહાર બંધ હોવાથી થઇ નહોતી. જેના કારણે રાજ્ય સરકારે પેટ્રોલમાં 2 અને ડીઝલમાં 2 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જે આજ રાતથી અમલમાં આવશે. આજે પણ દેશમાં પેટ્રોલ અને ડિઝલના સૌથી ઓછા ભાવ લેતી ગુજરાત સરકાર છે.
તેમણે કહ્યું કે, ગુજરાત વિદ્યુતબોર્ડ ની આવકમાં પણ ધરખમ ઘટાડો થયો છે છતાં પણ કર્મચારીઓના પગાર ચૂકવ્યા છે. રાજ્ય સરકારે સરકારી કામોના બાકી બિલોના નાણા પણ માર્ચના એન્ડિંગમાં ચૂકવી દીધા છે. કોરોના માટેની વ્યવસ્થામાં સરકારે ખૂબ ખર્ચ થયો છે. તમામ દર્દીઓને સારવાર અને જમવા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.નાણામંત્રીએ કહ્યું કે, રાજ્યની મુખ્ય આવક જીએસટી છે. જીએસટી આવકનો 55560 કરોડનો અંદાજ હતો તેમાં ખુબ જ મોટો ઘટાડો આવ્યો છે.