Ravindra Jadeja Rivaba Ashapura Temple:  ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12મી જૂલાઈથી ટેસ્ટ શ્રેણી રમાશે. આ પહેલા ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબા સાથે મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. રવિન્દ્ર જાડેજા તેમની પત્ની રીવાબા સાથે આશાપુરા માતાના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. રિવાબાએ ટ્વિટર પર કેટલીક તસવીરો શેર કરી છે. નોંધનીય છે કે જાડેજાને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ અને વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. હાલમાં તે પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. જાડેજાએ થોડા દિવસો પહેલા ફાર્મ હાઉસની તસવીરો શેર કરી હતી.જાડેજાને ઘોડાઓ ખૂબ જ પસંદ છે અને તે પોતાના ફાર્મ હાઉસમાં જ ઘોડેસવારી કરે છે. 






વાસ્તવમાં રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ ટ્વિટર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો કચ્છના આશાપુરા માતાના મંદિરની છે. રીવાબા અને રવિન્દ્ર જાડેજાએ આશાપુરા માતાના દર્શન કર્યા હતા. આ તસવીરોને 3 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે. ઘણા ચાહકોએ આ તસવીરો પર કોમેન્ટ કરી હતી.


નોંધનીય છે કે જાડેજાને વેસ્ટ ઈન્ડિઝ સામે 12 જૂલાઈથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. તે ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયા સાથે વેસ્ટ ઈન્ડિઝ જવા રવાના થશે.


નોંધનીય છે કે જાડેજા ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી છે. તેણે ભારત માટે અત્યાર સુધીમાં 65 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે 2706 રન બનાવ્યા છે. જાડેજાએ આ ફોર્મેટમાં 3 સદી અને 18 અડધી સદી ફટકારી છે. તેણે 268 વિકેટ પણ ઝડપી છે. જાડેજાએ ભારત માટે 174 વનડે રમી છે જેમાં તેણે 2526 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેણે 13 અડધી સદી ફટકારી છે. ટીમ ઈન્ડિયાના આ ઓલરાઉન્ડરે વનડેમાં 191 વિકેટ ઝડપી છે.  રવિન્દ્ર જાડેજાએ અગાઉ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચમી વખત IPL ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.



Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial