બનાસકાંઠા: અંબાજીમાં સગીરા પર સામૂહિક બળાત્કારની ઘટનાએ હાહાકાર મચાવી દિધો છે. 15 વર્ષીય સગીરા પોતાના મોટા બાપાના ઘરે જવા નીકળી હતી. આ દરમિયાન ઓળખીતા શખ્સે તેને બાઈક પર બેસાડી લીધી હતી. બાદમાં સગીરાને અવાવરું જગ્યાએ લઈ જઈ 6 નરાધમોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. સગીરાની માતાએ આ ઘટનાને લઈ અંબાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ તો આ ઘટનામાં એક પણ આરોપીઓ હજુ સુધી પકડાયા નથી. આ સામૂહિક દુષ્કર્મની ઘટનાનેલઇને બનાસકાંઠા જિલ્લામાં હાહાકાર મચી ગયો છે.
અવાવરું જગ્યાએ સગીરાને લઈ જઈ સામૂહિક દુષ્કર્મ
યાત્રાધામ અંબાજીમાં સામૂહિક દુષ્કર્મની ઘટનાએ બધાને હચમચાવી દિધા છે. પીડિતાને જાણીતો વ્યક્તિ બાઈક પર બેસાડી લઈ ગયો હતો. બાદમાં અન્ય 6 નરાધમોએ રોડની બાજુમાં જ અવાવરું જગ્યાએ સગીરાને લઈ જઈ તેની સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. પોલીસને આ ઘટના અંગે જાણકારી મળતાં દોડધામ મચી ગઇ હતી. નરાધમો સગીરાને અર્ધબેભાન હાલતમાં ત્યાં જ અવાવરુ જગ્યા પર મૂકીને ભાગી ગયા હતા. હાલ તો સમગ્ર મામલે સગીરાની માતાએ અંબાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં સગીરાની માતાએ આરોપી ઘોડા ટાંકણીનો વ્યક્તિ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જે સગીરાને બાઇક પર બેસાડીને છાપરી રોડ પર અવાવરૂ જગ્યા પર લઇ ગયો હતો અને ત્યાં છ નરાધમોએ વારાફતી બળાત્કાર ગુજાર્યો હતો. સગીરના બૂમો ના પાડે તે માટે તેના મોંઢામાં ડૂચો લગાવી દીધો હતો.
અંબાજી નજીકના ગામમાં રહેતી એક સગીરા સોમવારે સાંજે 4 વાગ્યાના સુમારે ગબ્બર નજીક રહેતા મોટા બાપાના ઘરે જવા નીકળી હતી. તેણી ગબ્બર સર્કલે ઉભી હતી. ત્યારે તેણીનો ઓળખીતો દાંતા તાલુકાના ઘોડા ટાંકણીનો શખ્સ આવ્યો હતો. જેની પાછળ અજાણ્યા બે શખ્સો બેઠા હતા. સગીરાને છાપરી રોડ પર અવાવરૂ જગ્યા પર લઇ ગયા હતા.
અંબાજી પોલીસે સમગ્ર કેસમાં તપાસ શરૂ કરી
અંબાજી પોલીસે હાલ તો સમગ્ર કેસમાં તપાસ શરૂ કરી છે. સગીરાના મેડિકલ ચેકઅપ માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. યાત્રાધામ અંબાજીમાં દુષ્કર્મની ઘટના બનતા સ્થાનિક લોકોમાં હાહાકાર મચી ગયોછે. સ્થાનિક લોકો પણ આરોપીઓ જલદી પકડાય અને તેમની સામેકડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.હજુ સુધી એકપણ આરોપી પકડાયો નથી.