PM Modi Gujarat Visit Live : વડોદરાએ તો મને એક દિકરાની જેમ સાચવ્યો છેઃ પીએમ મોદી

PM Modi Gujarat Visit:  સાયન્સ સિટી ખાતે આયોજીત કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી બોડેલી ખાતે આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે

gujarati.abplive.com Last Updated: 27 Sep 2023 03:02 PM

બ્રેકગ્રાઉન્ડ

PM Modi Gujarat Visit:  વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે PM મોદી અમદાવાદમાં સાયન્સ સિટી ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટને 20 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન...More

આજે 10 કરોડ પરિવારોમાં પાઈપથી પાણી ઘરમાં પહોંચે છે: વડાપ્રધાન મોદી

છોટાઉદેપુરના બોડેલીમાં લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ઉમરગામથી અંબાજી સુધી વિકાસ થયો છે. સાડા સાત હજાર ગ્રામ પંચાયતોને વાઈફાઈ પહોંચાડવાનું કામ પૂર્ણ થયું છે. ગામોના લોકો માટે મોબાઈલ, ઈંટરનેટ નવું નથી. ઈંટરનેટ સેવા હવે તમામને મળી રહી છે. સાવલીમાં અનેક શિક્ષણના કામો થયા છે. આદિવાસીઓ માટે વિશેષ યોજના લઈને આવ્યો છું. આજે સારી શાળાઓ, રસ્તાઓ, મકાનો બન્યા છે.


વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગરીબોને ઘર, પાણી, રોડ, વીજળી, શિક્ષણ આપવું પ્રાથમિકતા છે. આજે દેશભરમાં ગરીબો માટે ચાર કરોડથી વધુ પાકા ઘર બન્યા છે. આદિવાસીઓને મરજી પ્રમાણે ઘર બનાવી આપ્યા છે. આદિવાસીઓને જરૂરિયાત પ્રમાણે મકાનો મળે તેવી પ્રાથમિકતા છે. લાખો બહેનો આજે લખપતી દીદી બની ગઈ છે. દોઢ-બે લાખના ઘરો માતા-બહેનોના નામે થયા છે. આજે નળથી જળ આવે એવી વ્યવસ્થા કરી છે. આજે ઘેર ઘેર પાઈપથી પાણી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આજે 10 કરોડ પરિવારોમાં પાઈપથી પાણી ઘરમાં પહોંચે છે.


વડાપ્રધાને કહ્યું કે 2 દશક પહેલા લોકો શાળા છોડવા માટે મજબૂર હતા. હું મુખ્યમંત્રી બન્યો ત્યારે વિજ્ઞાન પ્રવાહની શાળા નહોતી. આજે આદિવાસી જવાનો સીમા પર દેશની રક્ષા કરતા જોવા મળે છે. આદિવાસી પટ્ટામાં 25 હજાર નવા ક્લાસરૂમ બનાવ્યા છે. આદિવાસી પટ્ટામાં આજે 5 મેડિકલ કોલેજો બની છે. કૌશલ વિકાસ યોજનાનો લાખો યુવાનો લાભ લઈ રહ્યા છે. આજે વગર ગેરન્ટીએ યુવાનોને પોતાના કામ માટે લોન મળી રહી છે. નવી નવી યોજનાઓ થકી આ વિસ્તારનો વિકાસ કરીશુ.